રાજકોટમાં બચાવ-રાહત માટે 1100 ક્રેન, 600 ડમ્પર તૈનાત

સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયમાં રાહત અને બચાવ…

સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બને તે માટે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર તંત્રએ કમર કસી છે.જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં એસ.ટી. સેવાના સંચાલન માટે એસ.ટી.વિભાગ તથા સંભવિત ખેતીપાકને નુકસાનીની સ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે સહિતની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.

ચોમાસા દરમિયાન તાકીદની પરિસ્થિતિમાં એસ.ટી. બસો જરૂૂરી માનવબળ સાથે ઉપલબ્ધ થાય તે રીતની તૈયારી કરવામાં આવી હોવાનું વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. વિભાગ, રાજકોટ દ્વારા જણાવ્યું છે. એસ.ટી.ના બંધ થયેલા રૂૂટ અંગેની વિગતો જાહેર જનતાને મળી રહે તે માટે કંટ્રોલરૂૂમ પર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બંધ થયેલા રૂૂટની માહિતી ડિઝાસ્ટર શાખાને મોકલી આપવામાં આવે છે.

જયારે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા ભારે વરસાદ કે વાવાઝોડાની પરિસ્થિતિમાં બચાવ-રાહત કાર્ય માટે ઘટના સ્થળે ઉપસ્થિત કરાવી શકાય તેવા 1,148 ક્રેન માઉન્ટેડ વ્હીકલ, 603 ડમ્પર, 16482 ટ્રેકટર, 5884 ટ્રક, 951 જેસીબી-લોડર સહિતના વાહનોની યાદી તેમના માલિકના નામ, સરનામા અને મોબાઈલ નંબરની યાદી જિલ્લા કંટ્રોલરૂૂમ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવક મારફત ખેડૂતોના ગ્રૂપ બનાવી સંભવિત વરસાદ/વાવાઝોડાની આગાહી તમામ ખેડૂતોને નિયમિત મળી રહે તે પ્રકારે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.જેથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતમાં ખેડૂતો સ્વબચાવ, પરિવારજનો સહિત ઢોર-ઢાંખરના બચાવની પૂર્વ તૈયારી કરી શકે, તેમ રાજકોટ ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

ચોમાસાના પ્રારંભે ખેડૂતો દ્વારા વાવણી પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી હોય છે ત્યારે વાવાઝોડા,પૂર કે અતિભારે વરસાદના કારણે ખેતીની જમીન કે પાકને નુકસાન થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 71 જેટલી સર્વે ટીમોની રચના કરવામાં ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બીજી બાજુ મહત્વનો સવાલ એ છે કે તંત્ર દ્વારા અત્યારસુધી કોઈપણ પ્રીમોસમને કામગીરી કરવામાં આવી હતી. કોઈ જગ્યાએ ભારે વરસાદમાં તારા જેસર જાય ત્યારબાદ જ કેમ તંત્ર દ્વારા પ્રિ મોનસુની કામગીરી કરવામાં આવે તે સૌથી મોટો સવાલ છે. સુરતમાં ભારે વરસાદ બાદ રાજકોટ કલેકટર ડોકટર ઓમ પ્રકાશ દ્વારા પ્રિ મોનસુનાનો મેપ તૈયાર કરવામાં આવ્યો.

સુરત હોનારત બાદ તંત્ર એક્શન મોડામાં
રાજકોટ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ સવાલ એ થાય છે કે શું આ આયોજન અગાઉ ન થઈ શક્યું હોત? વારંવાર જોવા મળે છે કે જ્યારે કોઈ અન્ય જિલ્લામાં દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ વહીવટી તંત્ર ’પ્રી-મોન્સૂન’ કામગીરીની યાદી તૈયાર કરવા બેસે છે. કાગળ પરની આ કામગીરી હવે જમીની સ્તર પર કેટલી અસરકારક સાબિત થાય છે, તે જોવું મહત્વનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *