જેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરી

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરધણી પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો ઘરના તાળા તોડી…

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરધણી પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો ઘરના તાળા તોડી અંદર પ્રવેશી કબાટ-સુટકેસમાંથી અંદાજે 1.50 લાખ રૂૂપિયાની રોકડ રકમ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મંડલીકપુર ગામમાં રહેતા હરેશભાઇ કાનજીભાઇ રાદડીયા ગત તારીખ 11/06/2026ના રોજ બપોરના આશરે દોઢ વાગ્યે તેમના પિતા કાનજીભાઇ, મોટા બાપુજીના દીકરા પ્રવિણભાઇ અને મિત્ર મનોજભાઇ ભીમજીભાઇ ટીલાળા સાથે નાથદ્વારા (રાજસ્થાન) દર્શનાર્થે ગયા હતા. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું. તારીખ 14/06/2026ના રોજ સવારે છ વાગ્યે જ્યારે આ પરિવાર પ્રવાસથી પરત ફર્યો ત્યારે ઘરના દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યો હતો.

અજાણ્યા તસ્કરોએ ઓસરીની લોખંડની જાળીનું તાળું તેમજ ઘરના બંને રૂૂમના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. રૂૂમમાં માળિયા પર રાખેલી સુટકેસને ફંફોસીને તેમાં રાખેલા ભાઈના આશરે દોઢ લાખ રૂૂપિયાની રોકડ ચોરી કરી અજાણ્યો ચોર નાસી છૂટ્યો હતો.

ફરીયાદ મોડી નોંધાવાનું કારણ આપતા ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના ભાઈએ સુટકેસમાં આટલી મોટી રકમ રાખી હોવાની તેમને અગાઉ જાણ નહોતી. જેથી તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકાઈ નહોતી.
જો કે, બાદમાં ભાઈએ ઘરમાં રાખેલી રકમ અંગે ખુલાસો કરતા ફરિયાદી હરેશભાઇએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા હતા. પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધી, તસ્કરોનું સુરાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *