ખાપટ ગામની શાળાના ગુરુજીએ શિષ્ય પાસે ‘બાટલી’ મગાવી

ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને ઝંઝોડીને રાખ્યું છે.જ્યાં બાળકોના ઘડતર, સંસ્કાર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ તેવા…

ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને ઝંઝોડીને રાખ્યું છે.જ્યાં બાળકોના ઘડતર, સંસ્કાર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ તેવા શિક્ષણના પવિત્ર મંદિરમાં જ એક શિક્ષક દ્વારા ધોરણ-7ના સગીર વિદ્યાર્થી પાસે દારૂૂ મંગાવવામાં આવતો હોવાની ગંભીર ફરીયાદ સામે આવતા શિક્ષણ વિભાગ સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. શાળાના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને વિગતવાર લેખિત ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો હવે સત્તાવાર તપાસના તબક્કે પહોંચ્યો છે.

ફરિયાદ મુજબ, શાળામાં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી સામે લાંબા સમયથી દારૂૂ પીવાની આદત હોવાના તેમજ કથિત રીતે નશા ની હાલતમાં શાળાએ હાજર રહી વિદ્યાર્થીઓને ભણાવવા ના આક્ષેપો થતા રહ્યા છે. આ અંગે અગાઉ પણ અનેક વખત તાલુકા શિક્ષણાધિકારી સમક્ષલેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે વધુ ગંભીર ઘટના પ્રકાશમાંઆવીહોવાનું આચાર્યે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

આચાર્યના જણાવ્યા મુજબ ગત 20 જૂનના રોજ તેમને વિશ્વસનીય માહિતી મળી હતી કે ધોરણ-7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષકે ₹500 આપીને ગામમાંથી દારૂૂ લેવા મોકલ્યો હતો. માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણેસ્વીકાર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે તે અગાઉ પણ અનેક વખત આ જ શિક્ષક માટે ગામમાંથી દારૂૂ લાવી ચૂક્યો છે. શિક્ષક પૈસા આપતા હોવાથી તે દારૂૂ લાવતો હોવાનું પણ વિદ્યાર્થીએ જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમાજમાં શિક્ષકને આદર્શઅને તવિદ્યાર્થી ઓના જીવન ઘડતરના માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ફરિયાદમાં કરાયેલા એહવાલ સામે પગલા લેવાય તો તે માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરશે. હવે સૌની નજર તાલુકા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાનારી તપાસ તથા સંભવિત કાર્યવાહી પર ટકેલી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શાળાના આચાર્યે અન્ય શિક્ષકોની હાજરીમાં તાત્કાલિક પંચરોજકામ તૈયાર કરાવ્યું હતું. વિદ્યાર્થી પાસેથી મળેલી દારૂૂની બોટલ તેમજ શિક્ષકે આપેલા ₹500માંથી બચેલા ₹230 કબજે કરી સીલબંધ કરવામાં આવ્યા હતા અને સમગ્ર પુરાવા શાળાના કબાટમાં સુરક્ષિત રાખવા માં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તાલુકા શિક્ષણાધિકારીને મોકલી કડક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *