લોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવ

આયોજન સમિતિ દ્વારા લે-આઉટ તૈયાર, યાંત્રિક રાઇડસના ભાવો યથાવત રહેશે રાજકોટના લોકમેળાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો લોકોની ભીડને આકર્ષતા ભવ્ય જન્માષ્ટમી લોકમેળાના આયોજનને…

આયોજન સમિતિ દ્વારા લે-આઉટ તૈયાર, યાંત્રિક રાઇડસના ભાવો યથાવત રહેશે

રાજકોટના લોકમેળાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો લોકોની ભીડને આકર્ષતા ભવ્ય જન્માષ્ટમી લોકમેળાના આયોજનને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા આ લોકમેળા માટે આયોજન સમિતિ દ્વારા લે-આઉટ તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે લે-આઉટ જાહેર કરવામાં આવશે.

મેળામાં આવતા સ્ટોલ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકમેળા સમિતિની ‘રેટ રિવિઝન કમિટી’ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, વિવિધ રાઇડ્સ, ખાણી-પીણીના સ્ટોલ અને રમકડાંની દુકાનોના ભાડામાં 5 થી 10 ટકા સુધીનો વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. આ અહેવાલ કલેક્ટર દ્વારા મંજૂર થયા બાદ અપસેટ પ્રાઈઝ નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂૂ થશે.

એક તરફ સ્ટોલના ભાડા વધવાના એંધાણ છે, ત્યારે બીજી તરફ મુલાકાતીઓ માટે રાહતના સમાચાર એ છે કે, યાંત્રિક રાઇડ્સના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર નાની રાઇડ્સ: 35 રૂૂપિયા યથાવત મોટી રાઇડ્સ 50 રૂૂપિયા યથાવત રાખવા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *