ભાણવડ વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂૂ ભરીને નીકળેલી એક કારને આડશની મદદથી અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી આશરે રૂૂપિયા સવા લાખ જેટલી કિંમતનો દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના ડીવાયએસપી મીત રૂૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમને ટીમ દ્વારા મંગળવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન સ્ટાફના કિશોરસિંહ જાડેજા, નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, યોગરાજસિંહ ઝાલા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના દુધેશ્વર મહાદેવ મંદિર પાસેથી નીકળેલી જી.જે. 12 ઝેડ 4006 નંબરની એક સ્વિફ્ટ મોટરકારને પોલીસે ફિલ્મી ઢબે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી દેશી દારૂૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા. જો કે આ પોલીસ કામગીરી દરમિયાન કારનો ચાલક નાસી છૂટ્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 1,20,000 ની કિંમતનો 600 લિટર દેશી દારૂૂ તેમજ રૂૂપિયા 2,00,000 ની કિંમતની સ્વીફ્ટ મોટરકાર મળી કુલ રૂૂ. 3,20,000 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી ભાણવડ પોલીસ મથકના પી.આઈ. વિપુલ કોઠીયા તેમજ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નારણભાઈ બેલા, જીતુભાઈ ગઢવી, યોગરાજસિંહ ઝાલા અને લાલાભાઈ ખાટલીયા દ્વારા કરવામાં આવી હતી.
