નાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો

  ઉના તાલુકાના નાળીયા-માંડવી ગામ નજીક આવેલા ગુજરાત ટુરિઝમના એહમદપુર બીચ પર મંગળવારે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દરિયાના કાંઠે તણાઈ આવ્યો હતો. મૃતદેહ નગ્ન…

 

ઉના તાલુકાના નાળીયા-માંડવી ગામ નજીક આવેલા ગુજરાત ટુરિઝમના એહમદપુર બીચ પર મંગળવારે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દરિયાના કાંઠે તણાઈ આવ્યો હતો. મૃતદેહ નગ્ન હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ નજીકના લોકોએ નાળીયા-માંડવી ગામના સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ સુમરાને કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે નવાબંદર મરીન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહ નો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ મૃતક આશરે આધેડ વયનો હોવાનું જણાય છે. તેના મોઢા પર ફીણ જોવા મળતાં પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ સુમરાએ મૃતકની ઓળખ થઈ શકે તે હેતુથી દીવ, ધોધલા તથા આસ પાસના વિસ્તારોના સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોને મૃતદેહ અંગે જાણકારી આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલ નવાબંદર મરીન પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતકની ઓળખ તથા સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *