એરપોર્ટ ફાટક પાસે પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોની ધરપકડ

શહેરના એરપોર્ટ ફાટક નજીક પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવવામાં આવતા પોલીસે ચારેય વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ…

શહેરના એરપોર્ટ ફાટક નજીક પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવવામાં આવતા પોલીસે ચારેય વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ ફાટક નજીક અમૂક શખ્સો પીધેલી હાલતમાં ઝઘડો કરતા હોવાનુ જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જનરક્ષક 112ની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. પ્ર.નગર પોલીસ દ્વારા તપાસ કરાતા ચારેય શખ્સો દારૂના નશાની હાલતમાં હોવાની જાણવા મળ્યુ હતુ.

પોલીસે પૂછપરછ કરતા આ શખ્સોના નામ મોશીન ખાન મહમદ રફીક નાગોરી (રહે.નેહરુનગર રૈયારોડ), શાકીર રફીકભાઇ નાગોરી (રહે.અલ્કાપુરી, રૈયારોડ), મયુરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. રાજશક્તિ પાર્ક બજરંગ વાડી) અને રત્નેશ મુકેશભાઇ વસાણી (રહે. નીર્મલા રોડ બાલમુંકદ-5)ને ઝડપી લઇ ચારેય વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *