જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ

વળતર સબંધીત પરિપત્રનો અસ્વિકાર કરતા ખેડૂતો, આંદોલન પાર્ટ-3નું એલાન મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઇનના વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા રાત્રે પારણા…

વળતર સબંધીત પરિપત્રનો અસ્વિકાર કરતા ખેડૂતો, આંદોલન પાર્ટ-3નું એલાન

મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઇનના વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા રાત્રે પારણા કરવામાં આવ્યા હતા. જોકે, સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર સંબંધિત નવા પરિપત્રનો અસ્વીકાર કરતાં ખેડૂતોે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ આગામી સમયમાં ગામેગામ સત્યાગ્રહ શરૂૂ કરવાની જાહેરાત કરી સરકારને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

જેતપર ગામે રાત્રે યોજાયેલી જાહેર સભામાં ગ્રામજનોએ રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તા. 4 જુલાઈ, 2026ના ઠરાવનો વિગતવાર અભ્યાસ કરીને ચર્ચા-વિચારણા કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે ઠરાવમાં દર્શાવાયેલી જોગવાઈઓ મુજબ ટેલિગ્રાફ એક્ટ, 1885ની કલમ 10(ઘ) હેઠળ થાંભલા અને વીજતારને કારણે થતું સંપૂર્ણ નુકસાન આવરી લેવામાં આવતું નથી. તેથી સર્વાનુમતે આ ઠરાવને નામંજૂર કરવામાં આવ્યો હતો.
સભામાં ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી હતી કે હાલનો ઠરાવ રદ કરીને ખેડૂતોને થનારા સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય તેવો નવો ઠરાવ તાત્કાલિક જાહેર કરવામાં આવે. જો આગામી સાત દિવસમાં સરકાર નવો ઠરાવ જાહેર નહીં કરે તો રાજ્યભરમાં સત્યાગ્રહ શરૂૂ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

ખેડૂતોે વધુમાં જણાવ્યું હતું કે જરૂૂર પડશે તો 12થી 24 મહિના સુધી પણ તેઓ કામધંધા બંધ રાખીને લડત ચાલુ રાખવા તૈયાર છે. આંદોલનને હવે વધુ વ્યાપક બનાવવાની દિશામાં ગામેગામ જનજાગૃતિ અને સત્યાગ્રહ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ સાથે જ ખેડૂત સમિતિએ નવા જોમ અને જુસ્સા સાથે આંદોલન પાર્ટ-3નું રણશીંગુ ફૂંકી દીધું છે. આ માટે ગુજરાતના તમામ ગામોના ખેડૂતોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ જિલ્લાવાઈઝ બેઠકો યોજી વ્યૂહરચના ઘડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ ખેડૂત સમિતિએ એલાન કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે.

આંદોલન તો ચાલુ જ રહેશે. વધુમાં ઉપવાસ છાવણી ખાતેથી આંદોલન પાર્ટ-3નું પણ રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. આ મામલે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે ગુજરાતના તમામ ગામના ખેડૂતો બેઠક યોજે અને નક્કી કરે કે સરકારે જાહેર કરેલા સુધારાઓ તેમને માન્ય છે કે નહીં.જેતપર બોલાવીને તેમની સાથે બેઠક કરીને આંદોલન પાર્ટ-3ની વ્યૂહરચના ઘડીશું. ખેડૂત આગેવાન રાજુભાઇએ જણાવ્યું કે આંદોલન પાર્ટ-3ની વ્યૂહરચના અને આયોજન અંગે ચર્ચા ક2વા માટે આગામી 8-7-2026, બુધવારના રોજ જેતપરમાં રામ વાડી ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સંગઠનના સભ્યો અને પ્રતિનિધિઓ ખાસ હાજર રહેશે અને આગામી રણનીતિ નક્કી કરશે.પ્રથમ બેઠક બાદ, આગામી 9-7-2026, ગુરુવારના રોજ રાત્રે 9:00 વાગ્યે જેતપર, રામ વાડી ખાતે બીજા તબક્કાની બેઠક યોજાશે. આ બેઠકમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તમામ જિલ્લાના હોદ્દેદારો સાથે મળીને ’પાર્ટ 3’ ના આંદોલનને આખરી ઓપ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *