લોઠડા ગામની બે સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલીવરી કરતો 108નો સ્ટાફ

બાળકના ગળામાં ગર્ભનાળ વિંટાયેલી હોવા છતાં સુરક્ષિત જન્મ આપ્યો રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. માત્ર 24 કલાકના ગાળામાં…

બાળકના ગળામાં ગર્ભનાળ વિંટાયેલી હોવા છતાં સુરક્ષિત જન્મ આપ્યો

રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. માત્ર 24 કલાકના ગાળામાં લોઠડા ગામની બે સગર્ભા મહિલાઓની અત્યંત જટિલ પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સની અંદર જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવીને 108ની ટીમે માતા અને નવજાત શિશુઓના જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી છે.

જાણવા મળતી વિગત મુજબ લોઠડા ગામથી 108 શાપર લોકેશન એમ્બ્યુલન્સને એક સગર્ભા મહિલાની પ્રસુતિની અસહ્ય પીડા અંગેનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દર્દીને હોસ્પિટલ લઈ જવા રવાના થઈ હતી. જો કે, રસ્તામાં જ મહિલાને પ્રસૂતિની પીડા અસહ્ય થઈ જતાં એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે પરિસ્થિતિ અત્યંત જટિલ હતી. નવજાત બાળકના ગળામાં ગર્ભનાળની બે આંટીઓ વીંટળાયેલી હતી અને માતાનું વજન પણ 80 કિલોથી વધુ હતું. આવી ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સના ઈએમટી કલ્પેશ સોલંકીએ પોતાની કુશળતાનો ઉપયોગ કરી સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી.

ત્યારબાદ પાયલોટ ઉદય મન દ્વારા પણ સમયસૂચકતા વાપરીને માતા અને નવજાત બાળકને વધુ સારવાર અર્થે રાજકોટની જનાના સરકારી હોસ્પિટલ ખાતે સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. બીજી ઘટના પણ લોઠડા ગામમાં જ સામે આવી છે. 24 વર્ષીય પૂજાબેન સુનિલકુમારને અસહ્ય ડિલિવરીનો દુખાવો ઉપડતા પરિવાર દ્વારા 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાજકોટની 108 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

તપાસ કરતા જાણવા મળ્યું કે આ કેસ અત્યંત હાઈ-રિસ્ક હતો, કારણ કે, માતાનું વજન માત્ર 38 કિલો હતું. આ મહિલાની 5મી ડિલિવરી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ ઈએમટી કલ્પેશ આહીર અને પાયલોટ મિલન આહીર સમય બગાડ્યા વિના દર્દીને લઈને હોસ્પિટલ જવા રવાના થયા હતા. પરંતુ રસ્તામાં જ દર્દીને અસહ્ય દુખાવો ઉપડતા એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડમાં ઊભી રાખી પ્રસુતિ કરાવવાની નોબત આવી હતી. જ્યાં મહિલાએ એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ પ્લેસેન્ટા આઉટ થતાં મહિલાને અતિશય નબળાઈ આવી ગઈ હતી. ઊછઈઙ ડોક્ટર રામાણી સાથે ફોન પર વાતચીત કરી માર્ગદર્શન મેળવ્યું હતું અને જરૂૂરી ઇન્જેક્શન તથા ટ્રીટમેન્ટ આપી દર્દીને સાંત્વના આપી હતી. ત્યારબાદ માતા-બાળક બંનેને રાજકોટની જનાના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *