હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો

કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ…

કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા, આવા પદાર્થનું વેંચાણ-સેવન કરતાં હોય તેવા શખ્સોને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ અને ઇન્દ્રજીતસિંહ જાડેજાને બાતમી મળતાં કુવાડવા રોડ ડી માટેવાળી શેરીમાં દરોડો પાડી એક શખ્સને સકંજામાં લઇ લીધો હતો. તેની તલાસી લેતાં શંકાસ્પદ પદાર્થ મળ્યો હતો.

જે ગાંજો હોવાની ખરાઇ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કરતાં આ શખ્સને સકંજામ લીધો હતો. પુછતાછમાં પોતાનું નામ મોહસીન ઇકબાલભાઇ બુકેશ (ઉં.વ.24-2હે. હડાળાના પાટીયે. મોમાઇ હોટેલ પાસે, મોરબી રોડ, મુળ ભગવતીપરા ભારત પાન પાસે નદી કાંઠે) જણાવ્યું હતું.

આ શખ્સ પાસેથી રૂૂા. 1,04,100નો 2.082 કિલોગ્રામ ગાંજો કબ્જે કરી તેના વિરૂૂધ્ધ બી-ડિવીઝન પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો. રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતો આ શખ્સ વેંચવા માટે ગાંજો લાવ્યાની પ્રાથમિક વિગતો બહાર આવતાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઈ વી. વી. ધ્રાંગુ, એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઈ રાઠોડ, હેડકોન્સ. મોલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, ડા. કોન્સ. મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *