નીતિ આયોગના રિપોર્ટમાં અલગ અલગ પેરામીટરમાં મહારાષ્ટ્ર-તમિલનાડુને પાછળ રાખી 56.6નો સ્કોર મેળવ્યો
નીતિ આયોગના રોકાણ મૈત્રી સૂચકાંક (Investment Friendliness Index)માં ગુજરાતે ટોપ સ્થાન મેળવીને રાજ્યની ક્ષમતાનું એક વધુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યે 56.6ના સ્કોર સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે મહારાષ્ટ્ર (53.7) અને તમિલનાડુ (53.3) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. લક્ષદ્વીપ સૌથી નીચે છે.
નીતિ આયોગના વાઇસ ચેરમેન અશોક કુમાર લાહીરીએ શુક્રવારે આ રિપોર્ટ જાહેર કર્યો હતો. આ સૂચકાંકમાં આઠ મુખ્ય પરિમાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ક્લાઇમેટ, રિસોર્સિસ, ગવર્નમેન્ટ પોલિસી, રેગ્યુલેટરી ઇઝ, ઇન્સ્ટિટ્યુશનલ એન્વાયર્નમેન્ટ, ફાઇનાન્સિયલ હેલ્થ અને એન્વાયર્નમેન્ટ રેઝિલિયન્સ.
ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ક્લાઇમેટ, ફાઇનાન્સિયલ હેલ્થ, રેગ્યુલેટરી ઇઝ અને ગવર્નમેન્ટ પોલિસીમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતના પોર્ટ ઓપરેશન્સ અને પાવર સેક્ટરની કાર્યક્ષમતા, સ્પર્ધાત્મક ઔદ્યોગિક વીજ ભાવ અને નિયંત્રિત ટ્રાન્સમિશન-ડિસ્ટ્રિબ્યુશન લોસ તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કોરને મજબૂત બનાવે છે.
લાર્જ સ્ટેટ્સ કેટેગરીમાં બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સૌથી પાછળ છે, જ્યારે ઓડિશા, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ અનુક્રમે 4, 5 અને 6મા સ્થાને છે. હિલી અને નોર્થ-ઇસ્ટર્ન સ્ટેટ્સમાં ઉત્તરાખંડ, આસામ અને હિમાચલ પ્રદેશ ટોપ ત્રણમાં છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન લાહીરીએ જણાવ્યું કે, ભારતમાં રોકાણ દર આશરે 25% છે, જે ચીનના ઝડપી વિકાસના સમય કરતાં ઓછો છે. વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે વધુ રોકાણોની જરૂૂર છે જે ઉત્પાદકતા વધારે, મેન્યુફેક્ચરિંગને મજબૂત કરે અને રોજગારીની તકો ઊભી કરે.
29% સસ્તી વીજળી અને અવિરત વીજ પુરવઠાથી ઉદ્યોગોને ખર્ચમાં રાહત
રિપોર્ટમાં ગુજરાતના પાવર સેક્ટરને પણ રોકાણ આકર્ષવામાં મહત્વપૂર્ણ પરિબળ તરીકે દર્શાવવામાં આવ્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીની કિંમત રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે 29% ઓછી છે. ઉપરાંત, રાજ્યમાં સરેરાશ દરરોજ 23.8 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં વધુ છે. સ્પર્ધાત્મક વીજ દરો અને વિશ્વસનીય વીજ પુરવઠાના કારણે ગુજરાત ઉદ્યોગો માટે વધુ અનુકૂળ બન્યું છે.
નિકાસમાં 31% યોગદાન, મજબૂત MSME ઇકોસિસ્ટમ અને નાણાકીય શિસ્ત ગુજરાતની વિશેષતા
રિપોર્ટ અનુસાર, ગુજરાતનો મજબૂત આર્થિક પાયો પણ રોકાણકારોના વિશ્વાસ માટે મહત્વપૂર્ણ પાસું છે. ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં રાજ્યનો 31% હિસ્સો છે, જ્યારે નાણાકીય વર્ષ 2019-24 દરમિયાન ગુજરાતનો GSDP વૃદ્ધિ દર દેશમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. રાજ્યનો પ્રતિ વ્યક્તિ GSDP ₹2,64,232 છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં 67% વધુ છે. આ ઉપરાંત, ગુજરાતના MSME ક્ષેત્રમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (ખજઊત)ની મજબૂત હાજરી (દેશભરમાં ચોથા ક્રમે) છે, જે રાજ્યમાં ગતિશીલ અને સ્થિતિસ્થાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
