રાજકોટમાં ગોકુલધામ પાસે રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં વેપારી અને પડધરીમાં વૃધ્ધાનું હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં દિવ્યાંગભાઈ જીતેન્દ્રભાઈ ઠાકર (ઉ.40) પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત બીજા બનાવમાં પડધરીમાં આવેલા રજપુતવાસમાં રહેતાં ઉર્મિલાબેન આંબાભાઈ ગોહિલ (ઉ.64) પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના સમયે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. અન્ય ઘટનામાં જસદણમાં આવેલા આંબેડકરનગરમાં રહેતાં કમળાબેન મગનભાઈ પરમાર નામના 45 વર્ષના પ્રૌઢાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. પ્રૌઢાની તબિયત લથડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
