આપણી આસપાસના વાતાવરણમાં અસંખ્ય સુક્ષ્મજીવો રહેલા છે, જેમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ (ફૂગ) મુખ્ય છે. સામાન્ય રીતે ફંગસ હવામાં, માટીમાં, છોડ પર અને મનુષ્યની ત્વચા પર પણ કુદરતી રીતે હાજર હોય છે. મોટાભાગે આ ફૂગ નુકસાન કરતી નથી. પરંતુ જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઈંળળીક્ષશિું) નબળી પડે છે અથવા વાતાવરણમાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધે છે, ત્યારે આ ફૂગ ઝડપથી ફેલાવા લાગે છે અને ‘ફંગલ ઇન્ફેક્શન’નું સ્વરૂૂપ ધારણ કરે છે.
વૈજ્ઞાનિક ભાષામાં તેને ’માયકોસિસ’ (ખુભજ્ઞતશત) કહેવામાં આવે છે. આજે ફંગલ ઇન્ફેક્શન એ ત્વચાના સૌથી સામાન્ય રોગોમાંનો એક બની ગયો છે. યોગ્ય માહિતીના અભાવે લોકો ઘણીવાર ખોટી દવાઓ લગાવીને આ રોગને વધુ ગંભીર બનાવી દે છે.
1. ફંગલ ઇન્ફેક્શનના મુખ્ય પ્રકારો (Types of Fungal Infections)
શરીરના કયા ભાગ પર ફૂગનો હુમલો થયો છે, તેના આધારે ફંગલ ઇન્ફેક્શનને અલગ-અલગ પ્રકારોમાં વહેંચવામાં આવે છે:
રીંગવોર્મ અથવા દાદર (Ringworm)
આ એક અત્યંત સામાન્ય ઇન્ફેક્શન છે. નામમાં ’વોર્મ’ (કીડો) શબ્દ હોવા છતાં, આ કોઈ કીડાથી થતો રોગ નથી પણ શુદ્ધ ફંગલ ચેપ છે. તે ત્વચા પર લાલ, ગોળ અને કિનારીઓ ઉપસેલી હોય તેવા ચકતા સ્વરૂૂપે દેખાય છે, જે એક નાની વીંટી (Ring) જેવા લાગે છે. તે હાથ, પગ, પેટ કે ગળા પર થઈ શકે છે.
જોક ઇચ (Jock Itch)
આ ઇન્ફેક્શન ખાસ કરીને શરીરના સાંધાવાળા ભાગોમાં, સાથળની વચ્ચે અને ગુપ્તાંગોની આસપાસ થાય છે. પુરુષો અને રમતવીરોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે કારણ કે આ ભાગોમાં પરસેવો વધુ વળે છે અને હવા ઉજાસ ઓછી હોય છે. આમાં તીવ્ર ખંજવાળ અને લાલાશ જોવા મળે છે.
એથ્લેટ્સ ફૂટ (Athlete’s Foot)
પગની આંગળીઓની વચ્ચે થતા ફંગલ ઇન્ફેક્શનને એથ્લેટ્સ ફૂટ કહે છે. જે લોકો લાંબા સમય સુધી બંધ બૂટ અને મોજાં પહેરી રાખે છે, તેમના પગમાં ભેજ જમા થવાથી આ ફૂગ વધે છે. આના કારણે આંગળીઓની વચ્ચેની ત્વચા સફેદ થઈ જાય છે, છોલાઈ જાય છે અને અસહ્ય બળતરા થાય છે.
નખનું ફંગલ ઇન્ફેક્શન(Onychomycosis)
જ્યારે ફૂગ નખની અંદર અને તેની આસપાસની ત્વચામાં પ્રવેશે છે, ત્યારે નખનો કુદરતી રંગ બદલાઈ જાય છે. નખ પીળા, બ્રાઉન કે કાળા પડવા લાગે છે, જાડા થઈ જાય છે અને બરડ બનીને ખૂણામાંથી તૂટવા લાગે છે. હાથ કરતાં પગના નખમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
કેન્ડીડીયાસીસ અથવા યીસ્ટ ઇન્ફેક્શન (Candidiasis)
’કેન્ડીડા’ નામની યીસ્ટ આપણા શરીરમાં સામાન્ય માત્રામાં હોય જ છે, પરંતુ ઇમ્યુનિટી નબળી પડતાં તે વધી જાય છે.
ઓરલ થ્રશ: મોંની અંદર અને જીભ પર સફેદ કણીદાર પડ જામી જવું.
વજાઈનલ ઇન્ફેક્શન: મહિલાઓમાં ગુપ્તાંગના ભાગે થતી સમસ્યા, જેમાં અસહ્ય ખંજવાળ, સોજો અને ઘટ્ટ સફેદ સ્ત્રાવ (White Discharge) થાય છે.
2. મુખ્ય લક્ષણો (Symptoms)
ફંગલ ઇન્ફેક્શનની શરૂૂઆત સામાન્ય ખંજવાળથી થાય છે, પરંતુ ધીમે-ધીમે નીચે મુજબના લક્ષણો દેખાય છે:
ત્વચા પર લાલ રંગના ગોળ ચકતા થવા.
પ્રભાવિત ભાગ પર સતત તીવ્ર ખંજવાળ અને બળતરા થવી.
ચામડી સૂકી થઈને ભીંગડાની જેમ ઉખડવી (Scaly Skin)..
ઇન્ફેક્શન વાળા ભાગ પર નાના ફોલ્લા થવા, જેમાંથી ક્યારેક પાણી નીકળે.
નખ નબળા પડીને તૂટવા.
જો માથાની ત્વચા (Scalp) પર ઇન્ફેક્શન હોય તો ત્યાંથી વાળ ખરી જવા અને તીવ્ર ખોડો થવો.
3. ફંગલ ઇન્ફેક્શન થવાના કારણો અને જોખમી પરિબળો
ફૂગને ફેલાવા માટે ચોક્કસ વાતાવરણની જરૂૂર હોય છે. આ રોગ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે:
ભેજ અને ગરમી
ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ હોવાથી અને ઉનાળામાં વધુ પરસેવો થવાને કારણે ફૂગ ઝડપથી વધે છે.
નબળી રોગપ્રતિકારક શક્તિડાયાબિટીસના દર્દીઓ, એચઆઇવી (HIV) પીડિતો, અથવા જેઓ લાંબા સમયથી સ્ટીરોઈડ દવાઓ લે છે તેમની ઇમ્યુનિટી ઓછી હોવાથી ફંગસ સરળતાથી હુમલો કરે છે.
ચેપી સંપર્ક
સંક્રમિત વ્યક્તિના કપડાં, ટુવાલ, સાબુ, પથારી કે કાંસકાનો ઉપયોગ કરવાથી આ ચેપ અન્ય વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે.
એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગલાંબા સમય સુધી ભારે એન્ટીબાયોટીક્સ લેવાથી શરીરમાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયા નાશ પામે છે, જે ફંગસને રોકતા હતા.
4. બચાવના સુવર્ણ નિયમો (Prevention Tips)
ફંગલ ઇન્ફેક્શનથી બચવું એ તેની સારવાર કરવા કરતાં વધુ સરળ છે. તમારી દિનચર્યામાં નીચેની બાબતો સામેલ કરો:
1. શરીરને સૂકું રાખો: નહાયા પછી અથવા વધુ પરસેવો થયા પછી શરીરને સ્વચ્છ ટુવાલથી બરાબર લૂછીને સૂકું કરો. ખાસ કરીને ચામડીના વળાંકો (સાંધા, આંગળીઓની વચ્ચે) ભેજ ન રહેવો જોઈએ.
2. સુતરાઉ (Cotton) કપડાં પહેરો: ટાઈટ, જીન્સ કે સિન્થેટીક કપડાં પહેરવાનું ટાળો. ઢીલા અને કોટનના કપડાં હવાની અવરજવર જાળવી રાખે છે અને પરસેવો શોષી લે છે.
3. વ્યક્તિગત વસ્તુઓ શેર ન કરો: પરિવારમાં પણ ક્યારેય કોઈનો ટુવાલ, સાબુ, કપડાં કે કાંસકો વાપરશો નહીં.
4. નિયમિત કપડાં ધોવા: તમારા કપડાં અને અન્ડરગાર્મેન્ટ્સ રોજ બદલો. ઇન્ફેક્શન થયું હોય ત્યારે કપડાંને ગરમ પાણીમાં ધોવા અને તડકામાં બરાબર સૂકવવા.
5. પગની સંભાળ: લાંબો સમય બંધ શૂઝ પહેરી રાખવાનું ટાળો. ઑફિસ કે ઘરે આવ્યા પછી મોજાં તરત કાઢી નાખો અને પગ ધોઈને સૂકવો. રોજ ધોયેલા મોજાં જ પહેરો.
5. તબીબી સારવાર (Medical Treatment)
જો ઇન્ફેક્શન સામાન્ય ઉપાયોથી ન મટે, તો ત્વચાના નિષ્ણાત (Dermatologist)ંની સલાહ લેવી જરૂૂરી છે. સારવારમાં સામાન્ય રીતે નીચેની દવાઓ આપવામાં આવે છે:
એન્ટીફંગલ ક્રીમ અને લોશન: પ્રારંભિક તબક્કામાં ત્વચા પર લગાવવા માટે Clotrimazole, Miconazole, Terbinafine, Ketoconazole કે Luliconazole યુક્ત ક્રીમ આપવામાં આવે છે.
ઓરલ ટેબ્લેટ્સ (ગોળીઓ): જો ચેપ જૂનો હોય કે આખા શરીરમાં ફેલાયેલો હોય, તો ડોક્ટર ગળવાની ગોળીઓ જેમ કે Fluconazole અથવા Itraconazole પ્રિસ્ક્રાઇબ કરે છે.
એન્ટીફંગલ પાવડર: પરસેવાવાળા ભાગોને સૂકા રાખવા માટે આ પાવડર ખૂબ ઉપયોગી છે.
ચેતવણી: ક્યારેય પણ ડોક્ટરને પુછ્યા વગર મેડિકલ સ્ટોર પરથી જાતે કોઈપણ ક્રીમ (મિક્સ ક્રીમ જેમાં બેક્ટેરિયા, ફંગસ અને સ્ટીરોઈડ ત્રણેય દવાઓ ભેગી હોય) ખરીદીને લગાવવી નહીં. સ્ટીરોઈડ યુક્ત ક્રીમ લગાવવાથી 2 દિવસમાં ખંજવાળ ગાયબ થઈ જશે, પરંતુ તે ત્વચાને પાતળી કરે છે અને ફંગસને અંદર સુધી મજબૂત બનાવે છે. પરિણામે, દવા બંધ કરતાં જ ઇન્ફેક્શન બમણા વેગથી પાછું આવે છે.
6. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર
શરીરની અંદરથી ફંગસનો નાશ કરવા માટે ડાયેટમાં ફેરફાર કરવો જરૂૂરી છે:
ખાંડ અને ગળપણ બંધ કરો: ફંગસ અને યીસ્ટનો મુખ્ય ખોરાક ખાંડ છે. ગળી વસ્તુઓ, કોલ્ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરવાથી ફંગસ ઝડપથી મટે છે.
પ્રોબાયોટીક્સનો ઉપયોગ: રોજિંદા આહારમાં દહીં અને છાશનો સમાવેશ કરો. તે શરીરમાં ’ગુડ બેક્ટેરિયા’ વધારે છે, જે ફૂગ સામે લડે છે.
લીલા શાકભાજી અને પાણી: વિટામિન-સી યુક્ત ખોરાક (લીંબુ, આમળા) લો જે ઇમ્યુનિટી વધારે છે. દિવસમાં ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવો.
ફંગલ ઇન્ફેક્શન એ કોઈ ગંભીર કે અસાધ્ય રોગ નથી, પરંતુ તે તમારી ધીરજની કસોટી કરે છે. ઘણીવાર લોકો ખંજવાળ ઓછી થતાં જ ડોક્ટરનો કોર્સ અધવચ્ચેથી છોડી દે છે, જે સૌથી મોટી ભૂલ છે. ફંગસને જડમૂળથી ખતમ કરવા માટે ડોક્ટરે આપેલી દવાઓનો કોર્સ પૂરો કરવો અને પર્સનલ હાઇજીન (સ્વચ્છતા) જાળવવી અત્યંત અનિવાર્ય છે
