માતાએ એસિડ પાયું, પિતાએ ફાંસો આપી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

ગોંડલમાં દારૂ ઢીંચી અવારનવાર ઝઘડા કરતાં પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતાર્યો ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં દારૂૂડિયા પુત્રના ત્રાસથી કંટાળી માતા-પિતાને પુત્રની હત્યા કરી બનાવને આપઘાતમાં…

ગોંડલમાં દારૂ ઢીંચી અવારનવાર ઝઘડા કરતાં પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતાર્યો

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં દારૂૂડિયા પુત્રના ત્રાસથી કંટાળી માતા-પિતાને પુત્રની હત્યા કરી બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. દારૂૂ ઢીંચી અવારનવાર ઝગડા કરતા પુત્રને માતાએ એસીડ પીવડાવ્યું જયારે પિતાએ ગળે ફાસો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ભાંડો ફૂટ્યો હતો અને પુત્રવધૂની ફરીય ને આધારે સાસુ અને સસરા સામે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગતો મુબજ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય ભરવાડ યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રન પાસ મુજબ, મૃતક યુવાન રામને તેના પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે વારંવાર વિવાદ થતો હતો. તા. 30 જૂનના રોજ પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતાં માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળેટૂંપો આપી તેની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ થયો હતો. આરોપી પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ થઈ જાય અને પુત્રની અંતિમવિધિ થઇ જાય તે માટે કેટલાક રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ મારફતે ભલામણો પણ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટતા આરોપીઓ કાયદાની પકડમાંથી બચી શક્યા નહોતા. જો કે એમાં સફળ ન થતાં એવી વાત એવી ફેલાવી કે રામ દારૂૂ પીતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હતો.

આ સમગ્ર મામલે મૃતકની ચાર મહિના પહેલાં જ પરણેલી પત્ની બંશીબેન બાંભવાએ સાસુ મનીષાબેન અને સસરા બાબુભાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા બંનેની પોલીસે ધરપકડ કરી છે. ગુંદાળા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે. પોતાના જ માતા-પિતા દ્વારા પુત્રની હત્યાની ઘટના સામે આવતાં સમાજમાં પણ ભારે ચકચાર મચી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *