ચોટીલાના ગોલીડામાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો

ચોટીલાના ગોલીડા ગામે દસ દિવસ પૂર્વે ભત્રીજાને માર મારવા મુદ્દે પુછપરછ કરતાં યુવાન ઉપર ચાર શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…

ચોટીલાના ગોલીડા ગામે દસ દિવસ પૂર્વે ભત્રીજાને માર મારવા મુદ્દે પુછપરછ કરતાં યુવાન ઉપર ચાર શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલાના ગોલીડા ગામે રહેતાં વનરાજ તળશીભાઈ શીશા (ઉ.39) સાથે રાયધન કરશન સાકરીયા, સુરેશ રાયધન સાકરીયા અને ગૌતમ હરજી સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવકના ભત્રીજાને દસ દિવસ પહેલા હુમલાખોર શખ્સોએ માર માર્યો હતો. જે અંગે પુછપરછ કર્યાનો ખાર રાખી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *