શાકભાજીના વેપારની આડમાં ગાંજાનુ વેચાણ, મંદિરના પટાંગણમાં ઉગાડાતો હતો

સલાયા મરીન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા,પીઠાભાઈ જોગલ,અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરને ખાનગી રાહે બાતમી મળેલ કે છૂટક શાકભાજીનો…

સલાયા મરીન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા,પીઠાભાઈ જોગલ,અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરને ખાનગી રાહે બાતમી મળેલ કે છૂટક શાકભાજીનો વેપાર કરતો કેશુભાઈ છગનભાઇ રાઠોડ નામનો શખ્સ પોતાના આર્થિક લાભ માટે પોતાના કબજા ભોગવટાના મંદિરના પટાંગણમાં ગાંજાના છોડનું વાવેતર કરે છે અને બાદમાં એને સૂકવી અને વેચાણ કરે છે.આમ આ હકીકતના આધારે પોલીસ સ્ટાફ દ્વારા પીઆઇ જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ રેઇડ કરતા આ મંદિરના પટાંગણમાં ગાંજાના લીલા છોડ નંગ 2 જેનું વજન 317 ગ્રામ કિંમત રૂૂપિયા 15850/- મળી આવેલ બાદમાં વધુ પૂછપરછ કરી જડતી લેતા સૂકો ગાંજો 12 ગ્રામ પણ એના કબ્જામાંથી મળી આવેલ જેની કિંમત રૂૂપિયા 600 થાય છે. આમ કુલ લીલો સૂકો માદક પદાર્થ ગાંજો મળી કુલ રૂૂપિયા 16450 નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

આમ રાજકોટ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રોય તેમજ દ્વારકા જીલ્લા એસપી જયરાજસિંહ વાળાના માદક પદાર્થોના સેવન અને વેચાણને ગુજરાતમાંથી નાબૂદ કરવાનાં અભિયાનને વધુ મજબૂત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *