જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: પોલીસે અટકાયત કરતાં રસ્તા પર જ ધરણા

15થી વધુ આગેવાનોની અટકાયત, ખેડૂતોના હિતમાં લડત ચાલુ રહેશેની કોંગ્રેસની ચિમકી જામનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ખેડૂતો…

15થી વધુ આગેવાનોની અટકાયત, ખેડૂતોના હિતમાં લડત ચાલુ રહેશેની કોંગ્રેસની ચિમકી

જામનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ખેડૂતો પર અત્યાચાર બંધ કરો” સહિતના બેનરો અને સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસના મહિલાઓ સહિતના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર આપવા નીકળ્યા હતા.

ખેતરમાં વિજ પોલ ના મુદ્દે જય જવાન જય કિસાન ના સૂત્રોચ્ચાર સાથે ની રેલી આગળ વધતી હતી ત્યારે પોલીસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેલીને નિર્ધારિત સ્થળે રોકી હતી. પોલીસ દ્વારા રોકટોક કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર જ બેસી ગયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે ધરણાં શરૂૂ કર્યા હતા.

સ્થળ પર થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને ન્યાય આપવા માંગણી કરી હતી.
પોલીસે સ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે કાર્યવાહી હાથ ધરી કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ સુમરા સહિતના 15 થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કોંગ્રેસે ખેડૂતોના હિતમાં લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે, જ્યારે પોલીસે સમગ્ર કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા મુજબ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *