કાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામ સ્થિત વસુંધરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરનાર શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય…

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામ સ્થિત વસુંધરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરનાર શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને તપાસ શરૂૂ કરી હતી.

પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદાના દેખરેખમાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. પેટ્રોલ પંપ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ માહિતીના આધારે સંડોવાયેલા શખ્સની ઓળખ કરવામાં આવી હતી. આરોપીનું નામ રણજિત રામસંગ ચૌહાણ (21) અને કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેની અટકાયત કરી લેવામાં આવી છે.

થાણા અધિકારી એન.વી. આંબલિયાની સૂચના મુજબ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને મોટી માટલી ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી રણજીત પોતાની થાર કાર સાથે મળી આવ્યો હતો. તપાસ દરમિયાન તે નશાની હાલતમાં હોવાની બાબતો પણ સામે આવી હતી.

પોલીસે આરોપી વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ તથા પ્રોહિબિશન કાયદા હેઠળ જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત તેની થાર કાર નંબર જીજે-10-ઈસી-6004ને મોટર વાહન અધિનિયમની કલમ-207 મુજબ કબજે લેવામાં આવી છે. પેટ્રોલ પંપના સંચાલક દ્વારા આપવામાં આવેલી અરજીના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંબંધિત જોગવાઈઓ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયા, સહાયક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. ઠાકુર, હેડ કોન્સ્ટેબલ જી.આર. ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ટોરિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *