ચોટીલામાં ચાર ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા સીલ: રૂપિયા 95 લાખની ઈંટો-માટી જપ્ત

ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ચાર ઈંટવાડાઓ સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ…

ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ચાર ઈંટવાડાઓ સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ ચાર ઈંટવાડા સીલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આશરે રૂૂ. 95 લાખની કિંમતની ઈંટો અને રોયલ્ટી વગરની માટી જપ્ત કરવામાં આવી છે.

તપાસમાં નવાગામ, સર્વે નં. 567 ખાતે જેન્તિ દ્વારા સંચાલિત ઈંટવાડામાંથી આશરે 1.50 લાખ ઈંટો મળી આવી હતી. તેવી જ રીતે, નવાગામ, સર્વે નં. 566 ખાતે વાલા હામા બલ્યા દ્વારા સંચાલિત ઈંટવાડામાંથી આશરે 1 લાખ ઈંટો મળી હતી. આ બંને ઈંટવાડા સરકારી જમીન પર કોઈપણ કાયદેસરની મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા હતા.આ ઉપરાંત, થાનગઢ, સર્વે નં. 81/5 પૈકી રાકેશ કરશન પઢેરીયા અને વિક્રમ કરશન પઢેરીયાની માલિકીની જમીનમાં આશરે 15 લાખ ઈંટોનો જથ્થો મળ્યો હતો. સર્વે નં. 81/1 ખાતે સજ્જનબા હિમ્મતસિંહની જમીનમાંથી આશરે 2 લાખ ઈંટોનો જથ્થો મળી આવ્યો હતો.

આ બંને ઈંટવાડાઓ નાયબ કલેક્ટર, ચોટીલા કચેરીની હંગામી બિનખેતીની મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા હતા.તપાસમાં એ પણ સામે આવ્યું કે ચારેય ઈંટવાડાઓ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ફરજિયાત પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી નહોતી. ઈંટો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી આશરે 2,000 ટન માટી પણ કોઈપણ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના લાવવામાં આવી હતી, જેને પણ સીઝ કરવામાં આવી છે.
આ ચારેય ઈંટવાડાઓમાંથી કુલ આશરે 19 લાખ ઈંટો મળી આવી હતી. ઈંટ દીઠ આશરે ₹5ના મૂલ્ય મુજબ, કુલ ₹95 લાખની કિંમતની ઈંટો સીઝ કરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ ન રહે તે હેતુથી તમામ ઈંટવાડાઓને સ્થળ પર જ સીલ કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળને નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *