ફ્રાન્સના બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાનને સ્થાન

ક્રિસ્ટન સ્ટુઅર્ટ, રાફાયેલ કવેનાર્ટ જેવા દિગ્ગજો સાથે સામેલ ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસની આંતરરાષ્ટ્રીય જ્યુરીમાં ઈશાનને સ્થાન મળ્યું છે. ખાસ વાત…

ક્રિસ્ટન સ્ટુઅર્ટ, રાફાયેલ કવેનાર્ટ જેવા દિગ્ગજો સાથે સામેલ

ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસની આંતરરાષ્ટ્રીય જ્યુરીમાં ઈશાનને સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે આ વર્ષની જ્યુરીનું નેતૃત્વ હોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મમેકર ક્રિસ્ટન સ્ટુઅર્ટ કરશે.ફ્રાન્સના સુંદર બાસ્ક કિનારે યોજાયેલા આ છ દિવસના ફિલ્મ મહોત્સવની ભવ્ય શરૂૂઆત આંતરરાષ્ટ્રીય ફિલ્મી હસ્તીઓ અને યુરોપિયન ફિલ્મકારોની હાજરીમાં થઈ હતી.

હાલમાં ચોથી આવૃત્તિમાં પ્રવેશેલા આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ નવા ફિલ્મકારો અને નવી પેઢીની સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક મંચ આપવાનો છે.આ વર્ષની જ્યુરીમાં ઈશાન ખટ્ટર ઉપરાંત કેનેડિયન અભિનેત્રી વિટની પીક, ફ્રેન્ચ અભિનેતા-દિગ્દર્શક રાફાયેલ ક્વેનાર્ડ, ફ્રેન્ચ ફિલ્મમેકર નાથન એમ્બ્રોસિયોની, અભિનેત્રી સુઝી બેમ્બા, ઇટાલિયન ફિલ્મમેકર કેરોલિના કાવલ્લી અને બ્રિટિશ અભિનેત્રી એસ્મે ક્રીડ-માઇલ્સનો પણ સમાવેશ થાય છે.આ વર્ષની જ્યુરીમાં ઈશાન ખટ્ટર એકમાત્ર ભારતીય પ્રતિનિધિ છે.

તાજેતરના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં તેના અભિનયને મળેલી પ્રશંસા બાદ વૈશ્વિક ફિલ્મ જગતમાં તેની વધતી ઓળખનું આ વધુ એક મહત્વપૂર્ણ ચરણ માનવામાં આવી રહ્યું છે. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ઈશાન ઉભરતા ફિલ્મકારોની ફિલ્મોનું મૂલ્યાંકન કરશે અને નવીન વાર્તાઓ તેમજ ક્ધટેમ્પરરી સિનેમાને પ્રોત્સાહન આપતી ચર્ચાઓમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *