શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પાણી ભરવા મુદ્દે પુત્રવધુએ બહેન સાથે મળી સાસુ સાથે ઝઘડો કરી ફિનાઈલ પીવડાવી દીધું હોવાના આક્ષેપ સાથે પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરા વિસ્તારમાં આવેલા જય પ્રકાશનગરમાં રહેતા મુમતાઝબેન નામના 45 વર્ષના પ્રૌઢા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પુત્રવધુ અને તેની બહેને પાણી ભરવા મુદ્દે ઝઘડો કરી ફિનાઈલ પીવડાવી દીધું હોવાના આક્ષેપ સાથે મુમતાઝબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત અન્ય બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર મુંજકા પાસે રહેતી યમુનાબેન કિરણભાઈ પરિહાર (ઉ.16) ગંજીવાડામાં રહેતાં લક્ષ્મણ ભીખાભાઈ સોલંકી (ઉ.60) 150 ફુટ રીંગ રોડ પર ઓઝાનગરમાં સ્વેતાબેન કિશોરભાઈ ગોસીયા (ઉ.25) અને એ.જી.ચોક પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં ભાવનાબેન દિનેશભાઈ ચાવડા (ઉ.38)એ કોઈ અગમ્ય કારણોસર પોતપોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. સગીરા સહિત ચારેયની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
