જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ

જામનગર નજીક આવેલા એક ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલા ગામમાં દહેતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં…

જામનગર નજીક આવેલા એક ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલા ગામમાં દહેતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરી દીધો છે.

પ્રાથમિક વિગતો મુજબ, પરપ્રાંતીય શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી ગામ વિસ્તારમાં હતી ત્યારે ગામના જ એક 35 વર્ષીય શખ્સે તેને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને આરોપીને ઝડપી લઈ પંચકોશી બી. ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિત બાળકીની તબીબી તપાસ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારબાદ તેણીને રજા આપી દેવાતાં માતા સાથે મોકલી દેવામાં આવી હતી.

આ અંગે પીડિતાની માતાની ફરિયાદના આધારે પંચકોશી ‘બી’ ડિવિઝનના પી.આઈ. વીરેન રાઠોડ અને તેઓની પોલીસ ટીમે આરોપી સામે બળાત્કાર તેમજ પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલહવાલે કર્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

ઠેબા ચોકડીએ કારમાંથી દારૂ નિકળ્યો
જામનગર શહેરના ઠેબા ચોકડી રોડ થી રાધિકા સ્કુલ નજીક વ્હાઇટ વેગનઆર કારમાં દારૂૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતાં સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા બાતમીના આધારે સ્ટાફએ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન પોલીસને જોઇ કારચાલક કાર મૂકી પલાયન થઈ ગયો હતો. બાદમાં પોલીસે જી.જે.23.બી.ડી.9734 નંબરની વેગનઆર કારને આંતરી તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂૂની અલગ-અલગ બ્રાન્ડ ની કાચની કંપની શીલબંધ બોટલ નંગ 101 જેની કિંમત રૂૂા.56,500 તથા એક મોબાઇલ ફોન જેની કિંમત રૂૂા.15,0000 અને મારૂૂતિ સુઝુકી વેગનઆર કાર જેની કિંમત રૂૂા.05,00,000 સહિત કુલ રૂૂા.05,71,500 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા આરોપી આનંદ ઉર્ફે બાડો નાનજીભાઇ ભદ્રા (રહે.ભાનુશાળી પરા, બાળકોનો સ્મશાન નજીક, જામનગર) નામના બુટલેગરની શોધખોળ આરંભી હતી. આ કામગીરી જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. વિપુલસિંહ ડોડીયા ના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ ટીમ ના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *