જામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયું

જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં આહીર સમાજના વૃદ્ધ દેવાયતભાઈ રામશીભાઈ વારોતરીયાની કરપીણ હત્યાના કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. બે…

જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં આહીર સમાજના વૃદ્ધ દેવાયતભાઈ રામશીભાઈ વારોતરીયાની કરપીણ હત્યાના કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસના પોલીસ રિમાન્ડ પર રહેલા આરોપી સાગર મારખીભાઈ વસરાને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. એન.બી. ડાભી તથા તેમની ટીમ આરોપીને સાથે રાખી ફીયોનીકા સોસાયટી ખાતે પહોંચી હતી. જ્યાં આરોપીએ હત્યાની રાત્રે પોતાની હિલચાલ, ઘટનાસ્થળે પહોંચવાની રીત તેમજ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો હતો તે અંગેની વિગતો પોલીસ સમક્ષ રજૂ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ઘટનાક્રમની તબક્કાવાર માહિતી મેળવી સ્થળ પર જ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે ઘટનાસ્થળના વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી આરોપીના નિવેદનોને ઉપલબ્ધ પુરાવાઓ સાથે સાંકળવાની કામગીરી હાથ ધરી હતી. રિમાન્ડ દરમિયાન હત્યાનું ચોક્કસ કારણ, પૂર્વ આયોજન, હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર તેમજ અન્ય સંજોગો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત તા. 24 જૂનની રાત્રે ફીયોનીકા સોસાયટીમાં રહેતા દેવાયતભાઈ રામશીભાઈ વરોતરીયા (ઉ.વ. 80) પોતાના ઘરના ફળિયામાં ખાટલા પર સુતા હતા ત્યારે સાગર મારખીભાઈ વસરાએ છરી વડે હુમલો કરી તેમની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. મૃતકના પૌત્ર રાજુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસ મુજબ આરોપી અને મૃતક વચ્ચે અગાઉ મજાક-મસ્તીના મુદ્દે બોલાચાલી થઈ હતી. જે મનદુ:ખના કારણે આરોપીએ વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હત્યા બાદ આરોપી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતો અને રજા મળતા જ પોલીસે તેની અટકાયત કરી હતી. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલા રિક્ધસ્ટ્રક્શન અને પૂછપરછના આધારે વધુ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે મજબૂત ચાર્જશીટ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *