જૂનાગઢના કડિયાવાડમાં યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 18 વર્ષની યુવતીએ પોતાના જ ઘરમાં કોઈ…

જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 18 વર્ષની યુવતીએ પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હજુ તો જીવવાની શરૂૂઆત કરે તે પહેલા જ યુવતીએ આવુ અંતિમ પગલું ભરી લેતા પરિવાર અને સ્થાનિક રહેવાસીઓમાં શોક છવાયો છે.પુત્રીના અકાળે મોતથી પરિવારમાં ભારે આક્રંદ પોતાના ઘરે કોઈ પણ આસપાસના લોકોને ખબર ન પડે તે રીતે યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો હતો.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આશાસ્પદ પુત્રીના આવા અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસ તપાસ શરૂૂ, આત્મહત્યાનું કારણ અકબંધ હાલમાં યુવતીએ કયા કારણોસર આત્મહત્યા જેવું આકરું પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે પોલીસ દ્વારા પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *