મોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોત

મોરબીની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના…

મોરબીની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના કરુણ મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા દશરથભાઈ સામતભાઈ અઘારા નામના યુવાને કાર જીજે 36 એઆર 6131 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 25 ના રોજ ફરિયાદીના મોટાભાઈ મહેશભાઈ અને તેના મિત્ર અરવિંદભાઈ જેસિંગભાઈ ઉડેચા રહે સરતાનપર વાળાની પંચ ગાડી જીજે 26 એઆર 6131 લઈને જતા હતા સરતાનપર રોડ, સરતાનપર ચોકડી પાસે પહોંચતા અરવિંદભાઈએ પોતાની કાર પુરઝડપે ચલાવી ડમ્પર જીજે 03 સયું 8913 પાછળના ભાગે અથડાવી અકસ્માત કર્યો હતો.

જે અકસ્માતમાં કાર ચાલક અરવિંદભાઈ ઉડેચાને અને ફરિયાદીના મોટાભાઈ મહેશભાઈ અઘારા બંનેને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોધી તપાસ ચલાવી છે.

ડમ્પર હડફેટે ઈજા
ચોટીલા તાલુકાના ખેરડી ગામે રહેતા વિપુલભાઈ રમેશભાઈ ગોયલ (ઉ.વ.23) વાળાએ ડમ્પર જીજે 39 ટીબી 6507 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા રમેશભાઈ ગોયલ ગત તા. 21 જુનના બપોરના બે વાગ્યાના અરસામાં પોતાનું બાઈક જીજે 13 બીડી 4452 લઈને ખીજડીયા ગામેથી પોતાના ઘરે ખેરડી ગામ જતા હતા ત્યારે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે રોડ પર ભલગામ પેટ્રોલ પંપ નજીક પહોંચતા સામેથી રોંગ સાઈડમાં ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી આવ્યો હતો અને બાઈકને સામેથી ટક્કર મારી હતી.
જે અકસ્માતમાં બાઈક ચાલક ફરિયાદીના પિતા રમેશભાઈ પડી જતા માથામાં અને શરીરે તેમજ પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *