ભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલો

શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં ઘર પાસે બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાડોશીઓએ છરી-ધોકા વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રનું સારવાર માટે…

શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં ઘર પાસે બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાડોશીઓએ છરી-ધોકા વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રનું સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટી શેરી નં.4માં રહેતાં ગનીભાઈ સુલેમાનભાઈ કારીયાણી (ઉ.50) અને તેનો પુત્ર આસીફ (ઉ.30) આજે સવારે ઘર પાસે હતાં ત્યારે પાડોશમાં રહેતાં મહમદ સિકંદર, અલ્તાફ ઈબ્રાહીમ, નાઝીમ ઈબ્રાહીમ અને ફરજાનાબેન સિકંદરભાઈએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં ગઈકાલે રાત્રે ગનીભાઈએ શેરીમાં બાઈક પાર્ક કર્યુ હોય જેથી આરોપીએ ‘તમે અહિં કેમ બાઈક રાખો છો’ તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં આજે સવારે આરોપીઓએ ગનીભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પુત્ર આસીફ છોડાવવા જતાં તેને પણ માર માર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *