ECG રિપોર્ટ બતાવવા લાઇનમાં ઉભેલા દર્દીએ દમ તોડી દીધો

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવી રહી છે. ત્યારે ચર્ચાના ચકડોળે ચડેલી સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારણીના કારણે મોત નીપજ્યા હોવાના અનેક…

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવી રહી છે. ત્યારે ચર્ચાના ચકડોળે ચડેલી સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારણીના કારણે મોત નીપજ્યા હોવાના અનેક વખત આક્ષેપો થયા છે. ત્યારે વધુ એક બનાવમાં મયુરનગરમાં રહેતા યુવકનુ બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. જયા ઇમજન્સી વોર્ડમાં ECGકરાવ્યા બાદ રિપોર્ટ બતાવવા દોઢ કલાક સુધી લાઇનમાં ઉભા રહેલા યુવકનુ ઢળી પડ્યા બાદ મોત નીપજ્યુ હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સિવિલ હોસ્પિટલના રેઢિયાળ વહિવટી તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકીના કારણે યુવકનુ મોત નીપજ્યુ હોવાનુ પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે આવેલા મયુરનગરમાં રહેતા બબલુ સુદામાંભાઇ વિશ્ર્વકર્મા નામના 42 વર્ષના યુવક પોતાના ઘરે હતો. ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બીમારી સબબ રિક્ષામાં બેસાડી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ઓપીડી બીલ્ડિંગમાં બબ્લુ વિશ્ર્વકર્માની તબીયત લથડતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો.

યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા યુવકનુ સારવાર કારગત નીવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. તબીબી બેદરકારીના કારણે યુવકનુ મોત નીપજ્યુ હોવાનો મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

મૃતક બબલુભાઇ વિશ્ર્વકર્માના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, મૃતક બબલુભાઇ ત્રણભાઇ બે બહેનમાં મોટો હતો અને તેેને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. બબલુભાઇ વિશ્ર્વકર્મા પોતાના ઘરે હતા. ત્યારે તેની તબિયત લથડતા પરિવાર દ્વારા રીક્ષા મારફતે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. જયા ECG કરાવ્યા બાદ રીપોર્ટ બતાવવા માટે બબલુભાઇ વિશ્ર્વકર્માને વોર્ડ 19માં મોકલવામાં આવ્યા હતા. જયા 50થી 60 જેટલા દર્દીઓ રીપોર્ટ બતાવવામાં લાઇનમાં ઉભા હતા. બબલુભાઇ વિશ્ર્વકર્મા દોઢ કલાક સુધી રીપોર્ટ બતાવવામાં માટે લાઇન ઉભા રહ્યા બાદ પણ વારો આવ્યો ન હતો અને તે દરમ્યાન બબલુભાઇ વિશ્ર્વકર્માની તબીયત લથડતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *