ધારાસભ્ય ચૈતર વસાવા હવે કેદી નંબર 90888

રાજપીપળા જિલ્લા જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહીત 9…

રાજપીપળા જિલ્લા જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહીત 9 આરોપીને સાત વર્ષની કેદની સજાનો આખરી હુકમ કરવામાં આવ્યો છે.

જેલમાં ચૈતર વસાવા હવે ધારાસભ્ય તરીકે નહીં પણ કેદી નંબર 90888 નંબરથી ઓળખાશે અને આપ પાર્ટીની લીગલ સેલે ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારીમાં લાગી ગઈ છે. નર્મદાનાં એડી.સેશન્સ જજની કોર્ટમાં એ.વી. હિરપરા, એડી.સેશન્સ જજનો ચુકાદો આવ્યો હતો જેમાં ઈ.પી.કો.કલમ-143, 147, 148, 149, 189, 332, 353, 386, 294 (બી), 506(2), 201, 34 તથા આર્મ્સ એકટ કલમ-25(1)(એ) મુજબ સજા કરવામાં આવી છે, આખરી હુકમનો ચુકાદો 18 પાનાનો છે અને કુલ 9 આરોપીને સજા ફટકારવામાં આવી છે.

ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ભરૂૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના મામલે તેમની સામે કેસમાં નોટિસ જારી કરી છે અને 29 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

મળતી માહિતી મુજબ, જુલાઈ 2024 દરમિયાન ચૈતર વસાવાએ સમગ્ર ગુજરાત પોલીસ દારૂૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસકર્મી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ભરૂૂચ કોર્ટમાં છે.આ કેસમાં કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 23 જૂન, 2026ના રોજ હાજર રહેવા માટે અગાઉ આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, તે તારીખ માટે નોટિસની યોગ્ય રીતે બજવણી થઈ ન હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું હતું. સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે અગાઉની નોટિસની બજવણી થઈ નથી જેના આધારે કોર્ટે ફરીથી નોટિસ જારી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *