બ્રિટનના 6 વડાપ્રધાન બદલાયા પણ બિલાડું અણનમ

10 ડાઉનીંગ સ્ટ્રીટમાં પીએમના સત્તાવાર નિવાસ સ્થાને બીલાડી ‘લેરી’ અણનમ રહી પણ ઘરમાં 6 વખત નેતા બદલાઇ ગયા! બ્રિટનના વડાપ્રધાનના નિવાસ સ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ…

10 ડાઉનીંગ સ્ટ્રીટમાં પીએમના સત્તાવાર નિવાસ સ્થાને બીલાડી ‘લેરી’ અણનમ રહી પણ ઘરમાં 6 વખત નેતા બદલાઇ ગયા!

બ્રિટનના વડાપ્રધાનના નિવાસ સ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર રહેતી પ્રસિદ્ધ બિલાડી લેરીએ ફરી એક વાર પોતાની મજબૂતી સાબિત કરી છે. 2011થી અહીં રહેતી આ ટેબી પ્રજાતિની બિલાડીએ છેલ્લા 15 વર્ષમાં 6 વડાપ્રધાનો જતા જોયા છે, પરંતુ તે અણનમ રહી છે.

ચીફ માઉસર ટુ ધ કેબિનેટ ઓફિસના અધિકૃત ખિતાબવાળી લેરી 2011માં 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ડેવિડ કેમરોન, થેરેસા મે, બોરિસ જોન્સન, લિઝ ટ્રસ, ઋષિ સુનક અને હાલના વડાપ્રધાન કીર સ્ટાર્મર સહિત છ વડાપ્રધાનો સત્તા છોડી ચૂક્યા છે.

આ સમયગાળો લગભગ બે સદીમાં બ્રિટનના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ અસ્થિરતાનો ગણાય છે.
લેરી માત્ર વડાપ્રધાનોના ઘરમાં જ નહીં, પરંતુ વિદેશી નેતાઓના સ્વાગતથી લઈને પ્રેસ કોન્ફરન્સ સુધીની તમામ મહત્વની ઘટનાઓમાં પોતાની હાજરી નોંધાવતી રહી છે. તે અવારનવાર ડાઉનિંગ સ્ટ્રીટની બહાર બેસીને પેપારાઝીનું ધ્યાન ખેંચે છે અને સોશિયલ મીડિયા પર પણ તેના ફોટોગ્રાફ્સ વાયરલ થતા રહે છે.લેરીની આ ‘લાંબી આયુ’ અને સ્થિરતા બ્રિટિશ રાજકારણની અસ્થિરતાના વિરોધાભાસમાં મજાકનો અને લોકપ્રિય વિષય બની ગઈ છે. ઘણા લોકો તેને સૌથી સફળ રાજકારણી તરીકે પણ વ્યંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *