ભાયાવદર અને પડધરીમાં બે સ્થળે જુગારના દરોડા, કુલ 17ની ધરપકડ
રાજકોટ જીલ્લામાં પોલીસે જુગારના દુષણ સામે લાલ આંખ કરી અલગ-અલગ ત્રણ સ્થળોએ સફળ દરોડા પાડ્યા છે. ગોંડલ તાલુકાના મોટા મહિકા, પડધરીના થોરીયાળી અને ભાયાવદરના પડવલા ગામમાં પોલીસે કુલ 17 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. આ ત્રણેય દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 9,31,350/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ દરોડામાં ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે ફાર્મહાઉસમાં જુગાર ક્લબ ઉપર દરોડો પાડવમાં આવ્યો હતો.
જેમાં ગજેન્દ્રભાઇ જેન્તીભાઇ વિરડીયાના ફાર્મહાઉસમાં જુગાર રમતા ગજેન્દ્રભાઇ જેન્તીભાઇ વિરડીયા, અશોકભાઇ બાબુભાઇ વિરડીયા, અંકુરભાઇ ચંદુભાઇ વોરા, ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ વોરા, બિપીનભાઇ મનસુખભાઇ વોરા, દિવ્યેશભાઇ બાબુભાઇ ઘવા (તમામ રહે. રાજકોટ, મૂળ દાળીયા) અને મહેશભાઇ ઉર્ફે કાળુભાઇ ભોવનભાઇ હિરપરા (રહે. બિલીયાળા)ની ધરપકડ કરી પોલીસે સ્થળ પરથી રોકડા રૂૂ. 1,94,750 તેમજ 7 મોબાઈલ , એક એક્ટિવા ફોરવ્હીલર ગાડી સહિત કુલ રૂૂ. 8,94,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બીજો દરોડો પડધરી તાલુકાના થોરીયાળી ગામની સીમમાં કરવામાં આવ્યો હતો.
જ્યાં નરેન્દ્ર ઉર્ફે બીલુભાઇની વાડી પાસે જાહેરમાં જુગાર રમાતા દામજીભાઇ મનસુખભાઇ ભીમાણી, પીન્ટુભાઇ મનસુખભાઇ ભીમાણી (બંને રહે. વાકીયા, ધ્રોલ), નરેન્દ્રભાઇ મગનભાઇ શીંગાળા, બીપીનભાઇ રામજીભાઇ શીંગાળા, અશ્વીનભાઇ મનજીભાઇ શીંગાળા (તમામ રહે. થોરીયાળી), ખેંગારભાઇ રાણાભાઇ ભુંડીયા, હેમરાજભાઇ ભાણભાઇ બસીયા (બંને રહે. પડધરી વિસ્તાર) અને ભાયો નરીયાભાઇ મહેડા (મૂળ એમ.પી.)ને ઝડપી લઇ પોલીસે આ સ્થળેથી કુલ રૂૂ. 32,300/ ની રોકડ રકમ જપ્ત કરી હતી. દરોડાની ત્રીજી કાર્યવાહીમાં ભાયાવદર પોલીસે પડવલા-ખીરસરા રોડ પર જાહેરમાં જુગાર રમતા પડવલા ગામના સુનીલભાઇ જેન્તીભાઇ મુછડીયા અને મહેન્દ્રભાઇ મગનભાઇ માકડીયા ને ઝડપી લઇ તેમની પાસેથી રૂૂ. 4,500 ની રોકડ રકમ કબજે કરી છે.
