દારૂ-ડ્રગ્સ માફિયાઓ ઉપર પોલીસ તૂટી પડશે, ફાઇલોનો થશે ફટાફટ નિકાલ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધરાત્રે યોજેલી પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા બાબાઆદમના વખતના નિયમો બદલાશે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સોમવારે…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધરાત્રે યોજેલી પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક

કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા બાબાઆદમના વખતના નિયમો બદલાશે

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સોમવારે ગાંધીનગર ખાતે સિનિયર આઈપીએસ (IPS) અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને લાંબી મેરેથોન બેઠક યોજાઈ હતી. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક મોડી રાત્રે શરૂૂ થઈને છેક રાતના ત્રણ વાગ્યા સુધી સતત ચાલી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ લોખંડી અને મજબૂત બનાવવાનો હતો. બેઠક દરમિયાન ગૃહ વિભાગ અને પોલીસ પ્રશાસનને લઈને અનેક મહત્વના અને દૂરોગામી નિર્ણયો લેવામાં આવ્યા છે તેમજ અધિકારીઓને કડક દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં વર્ષો જૂના એટલે કે બાબા આદમના જમાનાથી ચાલી આવતા આઉટડેટેડ નિયમોમાં ધરખમ બદલાવ લાવવાના સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. સમય સાથે તાલ મિલાવવા માટે વહીવટી પ્રક્રિયાઓને આધુનિક બનાવવાની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, નાયબ મુખ્યમંત્રીના ધ્યાને આવ્યું હતું કે હજુ પણ ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનો ભાડાની જગ્યાઓ પર કાર્યરત છે, જેના કારણે કામગીરીમાં અવરોધ આવે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આવા પોલીસ સ્ટેશનોને સરકારી અને જરૂૂરી જગ્યાઓ વહેલી તકે ફાળવવાની પ્રક્રિયાને અત્યંત ઝડપથી આગળ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે, જેથી પોલીસ કર્મચારીઓ વધુ સારી સુવિધા સાથે ફરજ બજાવી શકે.

રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ડ્રગ્સ અને દારૂૂના ગેરકાયદેસર વેપાર તથા ગુનાઓ સાથે જોડાયેલા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવા જણાવાયું છે. આવા તત્વોને નાથવા માટે ટૂંક સમયમાં જ સમગ્ર રાજ્યમાં એક સ્પેશિયલ ડ્રાઇવ (ખાસ ઝૂંબેશ) શરૂૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યોજાયેલી બેઠક બાદ રાજ્યમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટે એક મોટું અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ત્યારે સોમવારે મોડી રાત સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ પણ પોલીસ વિભાગ દ્વારા કોઈ નવું અને મોટું સરપ્રાઈઝ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

નાઈટ પેટ્રોલિંગ એટલે કે રાત્રિ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રશાસનિક સ્તરે એક મોટો સુધારો કરતા જિલ્લા પોલીસ અધિકારીઓને રૂૂટિન ઓફિસ ખર્ચ અને વાહનોના મેઇન્ટેનન્સ ખર્ચમાં પડતી વહીવટી તકલીફોને એક જ ઝાટકે દૂર કરવાના નિર્ણયો લેવાયા છે. સામાન્ય રીતે નાની-નાની વહીવટી બાબતો અને મંજૂરીઓ માટે મહિનાઓ સુધી ફાઈલો એક ટેબલથી બીજા ટેબલ વચ્ચે ફરતી રહેતી હોય છે. આ લાલ ફીતાશાહી અને વિલંબની પરિસ્થિતિને રોકવા માટે સત્તાનું ડિસેન્ટ્રલાઈઝેશન (વિકેન્દ્રિકરણ) કરવાના મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે, જેથી સ્થાનિક સ્તરે નિર્ણયો ઝડપી બની શકે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકના અંતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મજબૂત કાયદા-વ્યવસ્થા સ્થાપિત કરવા માટે એક સક્ષમ અને મજબૂત પોલીસ વહીવટ હોવો અનિવાર્ય છે. તેથી જ સરકાર દ્વારા પહેલા તબક્કામાં પોલીસ એડમિનિસ્ટ્રેશનને સુદ્રઢ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રકારની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો હવેથી સમય-સમયે યોજવામાં આવશે, જેમાં અધિકારીઓની જવાબદારીઓ અને ઉત્તરદાયિત્વ નક્કી કરવામાં આવશે અને આપેલા આદેશોનું વર્તમાન સ્ટેટસ સતત તપાસવામાં આવશે. આ મેરેથોન બેઠકને લઈને હાલમાં વહીવટી અને પોલીસ વર્તુળમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

દર મહિને આ પ્રકારની બેઠક યોજાશે: હર્ષ સંઘવી
આ હાઈ-લેવલ બેઠક અંગે ખુદ હર્ષ સંઘવીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સંપૂર્ણપણે એક વહીવટી કામકાજ અંગેની નિયમિત બેઠક હતી. દિવસ દરમિયાન જનસંપર્ક અને અન્ય પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમોનું વ્યસ્ત શિડ્યુઅલ હોવાના કારણે, આ બેઠક મોડી રાત્રે શરૂૂ કરવાની ફરજ પડી હતી, જે વહેલી સવાર સુધી ચાલી હતી. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવાના ભાગરૂૂપે દર મહિને આ પ્રકારે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *