ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેની મેચ ડ્રો કરી ઇરાને રચ્યો ઇતિહાસ

ફિફાના ઇતિહાસની સૌથી વધુ ઉંમર ધરાવતી ટીમ પણ બની   FIFA વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ જી મેચમાં ઈરાને બેલ્જિયમ સામે 0-0 નો ડ્રો નોંધાવી…

ફિફાના ઇતિહાસની સૌથી વધુ ઉંમર ધરાવતી ટીમ પણ બની

 

FIFA વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ જી મેચમાં ઈરાને બેલ્જિયમ સામે 0-0 નો ડ્રો નોંધાવી ફૂટબોલ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. અમેરિકાના લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈરાને પોતાના મજબૂત ડિફેન્સના દમ પર યુરોપની દિગ્ગજ ટીમને ગોલથી વંચિત રાખી હતી.

આ મેચ દરમિયાન ઈરાને એક ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. બેલ્જિયમ સામે મેદાનમાં ઉતરેલી ઈરાનની શરૂૂઆતની પ્લેઈંગ ઈલેવનની સરેરાશ ઉંમર 32 વર્ષ અને 181 દિવસ હતી, જે 1966 બાદ FIFA વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી વધુ ઉંમર ધરાવતી ટીમ બની હતી.

મેચની શરૂૂઆતથી જ બેલ્જિયમે આક્રમક રમત દર્શાવી હતી. મેક્સિમ ડી ક્યુપર સહિતના ખેલાડીઓએ અનેક પ્રયાસો કર્યા, પરંતુ ઈરાનના ગોલકીપર અલીરેઝા બેઈરાનવંદે શાનદાર બચાવ કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

પ્રથમ હાફમાં મેહદી તારેમીએ ફ્રી-કિક પરથી ગોલ કરીને ઈરાનને લીડ અપાવી હતી, પરંતુ VAR ચેક બાદ તેને ઓફસાઈડ જાહેર કરવામાં આવ્યો અને ગોલ નામંજૂર થયો હતો. બીજી તરફ બેલ્જિયમે મેચ દરમિયાન ગોલ પર 23 શોટ ફટકાર્યા છતાં સફળતા મળી નહોતી. મેચની 66 મી મિનિટે બેલ્જિયમના નાથન ન્ગોયને સીધું રેડ કાર્ડ મળતાં ટીમ 10 ખેલાડીઓ સુધી મર્યાદિત થઈ ગઈ હતી. ત્યારબાદ ઈરાને જીત માટે જોરદાર પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ગોલ થઈ શક્યો નહીં. જોકે, આ ડ્રો સાથે ઈરાને ગ્રુપ જી માં ટોચનું સ્થાન મજબૂત બનાવતાં વર્લ્ડ કપમાં એક યાદગાર ઈતિહાસ રચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *