મોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોત

  મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના…

 

મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના અગિયારથી બારેક વાગ્યાના અરસામાં જમીને ઉભા થયા બાદ અચાનક ઉલટી થવા લાગી હતી અને યુવાનનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઈકો કાર ટ્રેકટર વચ્ચે અકસ્માત
મોરબીના નાની વાવડી ગામે રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ સનાવડા (ઉ.વ.75) નામના વૃદ્ધે ટ્રેક્ટર જીજે 12 એફડી 4336 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 14 જુનના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે થોરાળા-પંચાસર રોડ પર ફરિયાદીના દીકરા જીતેન્દ્રભાઈ (ઉ.વ.44) વાળા ઇકો કાર જીજે 36 એએફ 0842 લઈને થોરાળા ગામથી ઘરે આવતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે સામેથી ઇકો કાર સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા જીતેન્દ્રને છીતના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ટેન્કર બાઈક વચ્ચે અકસ્માત
મૂળ હરિયાણાના વતની હાલ મોરબીના ટીંબડી ગામે રહેતા વિષ્ણુ ચેતરામ શર્મા (ઉ.વ.30) આરોપી પાણીના ટ્રક ટેન્કર જીજે 12 એટી 7073 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હ્ચે કે રાજસ્થાનના રહેવાસી ભાનુપ્રતાપ ગણેશભાઈ યાદવ (ઉ.વ.20) વાળા યુવાન ગત તા. 16 જુનના રોજ પોતાનું બાઈક આરજે 26 એસએક્સ 9542 લઈને પોલો સર્કલ પાસે ખોખરા હનુમાન રોડ પાસેથી જતો હતો ત્યારે પાણીના ટેન્કર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ભાનુપ્રતાપ યાદવને શરીરે ગંભીર ઈજા પહોંચતા ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે પાણીના ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *