ગોંડલમાં વ્યાજખોર પિતા-પુત્રએ પઠાણી ઉઘરાણી કરી વેપારી પાસેથી કોરા ચેક અને દાગીના પડાવી લીધા

એકસપોર્ટના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ ગોંડલ પંથક માં વ્પાજંકવાદ અંગે છાસવારે ફરિયાદો ઉઠતી રહેછે.પોલીસ દ્વારા લોકદરબાર નાં આયોજન પણ થતા રહેછે.છતા વ્યાજખોરી…

એકસપોર્ટના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ગોંડલ પંથક માં વ્પાજંકવાદ અંગે છાસવારે ફરિયાદો ઉઠતી રહેછે.પોલીસ દ્વારા લોકદરબાર નાં આયોજન પણ થતા રહેછે.છતા વ્યાજખોરી અટકવાનું નામ લેતી નથી. વ્પાજંકવાદ ની વધુ એક ફરીયાદ બી’ડીવીઝન પોલીસ માં થવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી નંદનવન સોસાયટી માં રહેતા અને એક્સપોર્ટ નો ધંધો કરતા જેનિલભાઇ કિરીટભાઈ વૈષ્ણવે બી-ડિવિઝન પોલીસ માં નાગડકા રોડ ઉપર આવેલ શિવ શક્તિ સોસાયટી માં રહેતા હરપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા તેના પુત્ર અભયરાજસિંહ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે પોતાને ધંધા માટે પૈસા ની જરુર પડતા હરપાલસિંહ પાસે થી વીસ ટકા માસિક વ્યાજ લેખે રુ.4,65,000 તથા તેનાં પુત્ર અભયરાજસિંહ પાસેથી બાર ટકા માસિક વ્યાજ લેખે રુ.છ લાખ લીધા હતા.સમય જતા વ્યાજ તથા મુળ રકમ ચુકતે કરી દીધી હતી.

તેમ છતા પિતા પુત્ર દ્વારા બળજબરી કરી કોરા ચેક માં સહી કરાવી ચેક તથા દાગીના પડાવી લઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરાતી હતી.આખરે ડર નાં માર્યા જેનિલભાઇ એ પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા નાં માર્ગદર્શન હેઠળ ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ 2011 ની કલમ 5,40,42 ઉપરાંત કલમ 308(5)351(2)352,54 સહિત ગુન્હો નોંધી પીઆઇ જી.એસ.ગઢવી એ તપાસ હાથ ધરી બન્ને પિતા પુત્ર ને જડપી લઇ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *