વાંકાનેરના અરણીટીંબા ગામે ઘાસની આડમાં દારૂની હેરાફેરી, રિક્ષાચાલક પકડાયો

287 દારૂની બોટલ મળી, બે શખ્સો વોન્ટેડ જાહેર વાંકાનેર તાલુકા પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ પાસેથી ઘાસની આડમાં વિદેશી દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક છકડો…

287 દારૂની બોટલ મળી, બે શખ્સો વોન્ટેડ જાહેર

વાંકાનેર તાલુકા પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ પાસેથી ઘાસની આડમાં વિદેશી દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક છકડો રિક્ષામાંથી ₹2.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, એક છકડો રિક્ષા ચાલક સૂકા ઘાસ (નિરણ)ની નીચે વિદેશી દારૂૂનો જથ્થો છુપાવીને વાંકાનેરથી મીતાણા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વાંકાનેર-મીતાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ રિક્ષા પસાર થતાં તેને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન, નિરણની નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની 287 બોટલો મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી છકડો રિક્ષા, વિદેશી દારૂૂ અને મોબાઈલ સહિત કુલ ₹2,73,718 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રિક્ષા ચાલક રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ઉં.વ. 20, રહે. પાળીયાદ, બોટાદ)ની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાજપાલસિંહે જણાવ્યું કે, આ દારૂૂનો જથ્થો બોટાદના તરઘરા ગામના અજયભાઈ ખાચરે સપ્લાય કર્યો હતો અને વીરવાવ ગામના અજયસિંહ હામુભા જાડેજાએ મંગાવ્યો હતો. પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *