રાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી અન્વયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના પાલનની તાત્કાલિક અમલવારી થાય તે માટે રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.…

રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી અન્વયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના પાલનની તાત્કાલિક અમલવારી થાય તે માટે રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.

ટાસ્ક ફોર્સ કમિટીની પ્રથમ બેઠક આજરોજ કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ હાઇવેના ’રાઈટ ઓફ વે’ ની અંદરના ગેરકાયદેસર ખાણીપીણીના ધાબા, અન્ય વાણિજ્યક એકમો 60 દિવસમાં દૂર કરવા તેમજ અન્ય નવા બાંધકામો પર પ્રતિબંધ લગાવવા કલેક્ટરે સંબંધિત હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી. વધુમાં હાઇવે પર ગેરકાયદે તોડવામાં આવતા મીડીયમ ગેપને બંધ કરી આસપાસની હોટલ, પંપ વિરુદ્ધ સખ્ત પગલાં લેવા પણ સૂચના આપી હતી. હાઇવે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેક સ્પોટ સુધારણા અંતર્ગત હાઈ ઇન્ટેન્સિટી લાઇટિંગ, કેમેરા લગાવવા તેમજ એન્જિનિયરિંગની દ્રષ્ટિથી રોડ સુધારણા કરવા માટે પણ કલેક્ટરે સંબંધિત વિભાગને સૂચના આપી હતી.

જેમાં ખાસ કરીને રોડ પરના ખાડા પુરવા, અનિયમિત એન્ટ્રી – એક્ઝિટ બંધ કરવા, જરૂૂરી માર્ગદર્શક સાઈનેજીસ લગાડવા, રોડ પર પટ્ટા લગાવવા સહિતની કામગીરી પણ સામેલ છે. ટાસ્ક ફોર્સ અંતર્ગત હાઇવે પોલીસ તેમજ આર.ટી.ઓ. વિભાગ દ્વારા સર્વેલન્સ વધારવા પણ કલેક્ટરએ આ તકે સૂચના આપી હતી. કલેકટર દ્વારા સુપ્રીમ કોર્ટની સૂચના અન્વયે તમામ વિભાગ કામગીરી કરી તેનું રિપોર્ટિંગ કરે તે માટે પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં આર.ટી.ઓ. અધિકારી આઈ. એસ. ટાંક, રોડ સલામતી એક્સપર્ટ જે.વી. શાહ, રાજકોટ રૂૂરલ ડી.વાય.એસ.પી. વી.જે. વ્યાસ, ચીફ ઓફિસરો, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિકારીઓ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી, ડિવિઝન, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા સહિતના વિભાગના અધિકારીઓ જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *