મધ્યપ્રદેશની કરૂણ ઘટના, હળદરમાં ભેળસેળથી શ્ર્વાસ રૂંધાયો
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયાં લગ્ન દરમિયાન દુલ્હન હલ્દી લગાવ્યા દુર્ઘટનાનો શિકાર થઈ. દુલ્હને પારંપરિક રિવાજ મુજબ હલ્દી લગાવતા ગંભીર બળતરા અને ફોલ્લીઓ થઈ તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી. જેના બાદ આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું. ડોક્ટરે દુલ્હનના મોતનું કારણ ભેળસેળવાળી હલ્દી હોવાનું જણાવ્યું. ભેળસેળવાળી હલ્દધીથી દુલ્હનના મોતા કિસ્સાએ ભારે સનસનાટી મચાવી હતી.
હળદર પાવડરમાં ઘણીવાર હાનિકારક કૃત્રિમ રંગો (જેમ કે લીડ ક્રોમેટ અને મેટાનીલ પીળો) ભેળસેળ કરવામાં આવે છે, જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. અસલી અને ભેળસેળવાળી હળદર ઓળખવા માટે તમે કેટલાક સરળ ઘરેલું પરીક્ષણો કરી શકો છો. લગ્નમાં હલ્દી પ્રસંગ ઉપરાંત આપણે જયારે કોઇ ઇજા થઈ હોય ત્યારે ત્યાં હળદર લગાવીએ છીએ. આ સિવાયર ઉધરસમાં સૌથી વધુ હળદરનો ઉપયોગ કરાય છે. આવી સ્થિતિમાં ભેળસેળવાળી હળદર વધુ સમસ્યા પેદા કરી શકે છે.
