આર્જેન્ટિના માટે 200મો ઇન્ટરનેશનલ મેચ રમ્યો
લિયોનેલ મેસ્સી પહેલાથી જ ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે, પરંતુ હવે આ આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે પહેલાં કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી. ફિફા વર્લ્ડ કપ 2026 માં અલ્જેરિયા સામે મેદાનમાં ઉતરીને, મેસ્સીએ ફરી એકવાર ઇતિહાસના પાનામાં પોતાનું નામ અંકિત કરી લીધું.
કેન્સાસ સિટી સ્ટેડિયમમાં અલ્જેરિયા સામે આર્જેન્ટિનાના શરૂૂઆતના અગિયારના ભાગ રૂૂપે મેસ્સીએ મેદાનમાં ઉતરતાની સાથે જ, તે છ અલગ અલગ ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. તેણે આર્જેન્ટિના માટે પોતાનો 200મો આંતરરાષ્ટ્રીય મેચ પણ રમ્યો, જે પોતાનામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અત્યાર સુધી, જર્મનીના લોથર મેથૌસ, મેક્સિકોના રાફેલ માર્ક્વેઝ અને આન્દ્રેસ ગુઆર્ડાડો, મેક્સિકોના એન્ટોનિયો કાર્બાજલ અને જર્મનીના મેન્યુઅલ ન્યુઅર જેવા દિગ્ગજોએ પાંચ-પાંચ વર્લ્ડ કપમાં રમવાનો રેકોર્ડ શેર કર્યો છે.
જો કે, મેસ્સીએ તે બધાને પાછળ છોડી દીધા છે અને એકલા હાથે આ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, પોર્ટુગીઝ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ છઠ્ઠા વર્લ્ડ કપમાં રમીને મેસ્સીની બરાબરી કરી શકે છે, પરંતુ હાલમાં, આ રેકોર્ડ ફક્ત આર્જેન્ટિનાના કેપ્ટનના નામે છે.
