બ્રાઝિલ સામેની ફૂટબોલ મેચ ડ્રોમાં પરિણમી
બ્રાઝિલના ખેલાડીઓએ મોરોક્કો સામેની મેચને ડ્રોમાં લઈ જઈને નિરાંતનો શ્વાસ લીધો કારણ કે પોતાનાથી ઊતરતા ક્રમની મોરોક્કોની ટીમ સામે પરાજય ન જોવો મળ્યો એનો બ્રાઝિલિયનોને હાશકારો થયો. જોકે આ મુકાબલો રમનાર ખુદ બ્રાઝિલના તમામ ખેલાડીઓને મોરોક્કોની લડાયક ટીમ વિશેની એક રસપ્રદ હકીકત જાણમાં નહીં હોય. મોરોક્કોની ટીમે આ વખતે એક અનોખો ઇતિહાસ રચ્યો છે.
આ મેચ 1-1થી ડ્રોમાં ગઈ હતી. ફિફા રેન્કિંગમાં બ્રાઝિલ છઠ્ઠા અને મોરોક્કો સાતમા નંબરે છે. ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયા તેમ જ સ્પેનના તાબા હેઠળના કેટલાક ટાપુઓની પાડોશમાં આવેલા મોરોક્કો દેશના ગોલકીપર સહિતના જે 11 ખેલાડી બ્રાઝિલ સામેની મેચમાં રમ્યા એ ઇલેવનમાંથી એકેય ખેલાડી મોરોક્કોમાં જન્મેલો નહોતો. ખરેખર તો મોરોક્કોના આ ટૂર્નામેન્ટ માટેના કુલ 26માંથી 20 ખેલાડીમાં બીજા દેશમાં જન્મેલા છે. આમાંથી મોટા ભાગના પ્લેયર યુરોપના દેશોમાં અથવા કેનેડામાં જન્મેલા છે. મોરોક્કોમાં 99 ટકા ઇસ્લામ લોકોની વસતી છે. મોરોક્કો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે ફૂટબોલ વર્લ્ડ કપમાં એવી સ્ટાર્ટિંગ ઇલેવનને રમવા ઊતારી જેના તમામ ખેલાડીઓ મોરોક્કો સિવાયના દેશમાં જન્મેલા છે. ખેલાડીઓની આ લાઇન-અપ બતાવે છે કે ફૂટબોલની ટેલન્ટ વિશ્વભરમાં ફેલાયેલી છે.
મોરોક્કોની ફૂટબોલ ટીમનો કયો ખેલાડી કયા દેશમાં જન્મ્યો?
(1) ગોલકીપર યાસિન બોનો (કેનેડા)
(2) નોસેઇર મેઝરોની (નેધરલેન્ડ્સ)
(3) ઇસ્સા ડિયોપ (ફ્રાન્સ)
(4) શેડી રિઆદ (સ્પેન)
(5) અશરફ હાકિમી (સ્પેન)
(6) નિલ અલ અયનોઇ (ફ્રાન્સ)
(7) અયુબ બોઉડી (ફ્રાન્સ)
(8) શેમ્સડાઇન તલ્બી (બેલ્જિયમ)
(9) બિલાલ અલ ખાનૌસ (બેલ્જિયમ)
(10) સામિર અલ મોરાબેટ (ફ્રાન્સ)
(11) ઇસ્માઇલ સૈબેરી (સ્પેન).
