US-ઇરાન વચ્ચે 107 દિવસના યુદ્ધનો અંત: વિશ્ર્વભરમાં રાહત

300 અબજ ડોલરના ખર્ચે અમેરિકા ઇરાનને બેઠું કરશે, હોર્મુઝની ખાડી તાત્કાલિક ખુલશે, શુક્રવારે બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં સંધિ પર હસ્તાક્ષર કરાશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…

300 અબજ ડોલરના ખર્ચે અમેરિકા ઇરાનને બેઠું કરશે, હોર્મુઝની ખાડી તાત્કાલિક ખુલશે, શુક્રવારે બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં સંધિ પર હસ્તાક્ષર કરાશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે કે યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પૂર્ણ થઈ ગયો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો કરાર હવે સંપૂર્ણ થઈ ગયો છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ તરત જ ટોલ-ફ્રી ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને અમેરિકાના નૌસેના અવરોધને પણ હટાવી લેવામાં આવ્યો છે. આ જાહેરાત સાથે જ વિશ્ર્વભરમાં રાહતની લાગણી ફેલાઇ છે. વિશ્ર્વભરના શેરબજારો ઉછળ્યા છે અને ઓઇલની કિંમતોમાં ઘટાડો થયો છે.

ટ્રમ્પે જણાવ્યુ છે કે, બધાને અભિનંદન! હું હોર્મુઝ સ્ટ્રેટના ટોલ-ફ્રી ખુલવાને પૂર્ણ અધિકાર આપું છું અને તે સાથે જ અમેરિકી નૌસેના અવરોધને તરત જ દૂર કરવાનો આદેશ આપું છું. વિશ્વના જહાજો, તમારા એન્જિન ચાલુ કરો. તેલ વહેવા દો! આ જાહેરાત તેમના 80મા જન્મદિવસની ઉજવણીમાં વ્હાઇટ હાઉસમાં યોજાનારા UFC કાર્યક્રમ પહેલાં કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ટ્રમ્પની જાહેરાત પહેલાં જ કરારની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સંમતિ થઈ ગઈ છે. બંને પક્ષોએ લેબનોન સહિત તમામ ક્ષેત્રોમાં દજ્ઞયુદ્ધ પ્રવૃત્તિઓનો તરત અને કાયમી અંત કરવાની જાહેરાત કરી છે. આ કરારની સત્તાવાર સહીનો કાર્યક્રમ 19 જૂન, શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *