ગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ

પોરબંદરમાં કલેકટર ઇન્સ્પેકશન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ગોડાઉનમાં બ્રાન્ડેડ દારૂ બનાવવામાં આવતો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત, બે દિવસના રિમાન્ડ મંજૂર: આલ્કોહોલ મીટર અને…

પોરબંદરમાં કલેકટર ઇન્સ્પેકશન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ગોડાઉનમાં બ્રાન્ડેડ દારૂ બનાવવામાં આવતો

ચાર લાખનો મુદ્દામાલ જપ્ત, બે દિવસના રિમાન્ડ મંજૂર: આલ્કોહોલ મીટર અને સાત ઇન્જેકશન પણ મળી આવ્યા

પોરબંદરના સાન્દીપનિ શ્રીહરિ મંદિર રોડ નજીક કલેક્ટરના ઇન્સ્પેક્શન બંગલા પાછળ નકલી વિદેશી દારૂૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. જ્યાંથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને એક ઇસમની ધરપકડ કર્યા બાદ અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલતા પોલીસ દ્વારા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલા શખ્સના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાન્દીપનિ વિદ્યાનિકેતન પહેલા આવતા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાના ડેલામાં મૂળ ભોમિયાવદર તથા હાલ ત્યાં જ ડેલામાં રહેતા બાબુ કેશવ ઓડેદરાએ ડેલામાં નકલી વિદેશી દારૂૂ બનાવવાની ફેક્ટરી શરૂૂ કરી હોવાની ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન બાબુ કેશવ ઓડેદરા મળી આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં રાણાકંડોરણાના રણજીત લીલા ભુતીયા, તેનો ભાઇ ભરત ઉપરાંત એરડા રહેતા ભોલા દીપક ખુંટીએ અહીં ડુપ્લીકેટ દારૂૂ બનાવીને તેને ઓરિજનલ ઇંગ્લીશ દારૂૂના નામે કિંમત મેળવીને વેચાણ કરતા હોવાનું કબૂલ્યું હતું. સ્થળ ઉપરથી બાબુની ધરપકડ કરી કુલ ચાર લાખ એક હજાર 106નો મુદ્દામાલ કબજે કરી 50 હજારમાં ડેલો ભાડે રાખનાર રણજીત, ભરત અને ભોલા સામે પણ ગુનો દાખલ કર્યો છે.પકડાયેલા બાબુ કેશવ ઓડેદરાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોર્ટમાં રજૂ કરતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

પોલીસે સ્થળ તપાસ કરતાં ખાટલા નીચેથી બે બાચકા મળી આવ્યા. તેમાં અલગ-અલગ બ્રાન્ડના નામ લખેલા હોય તેવા ઢાંકણા, બારકોડ લખેલા સ્ટીકરના રોલ, દારૂૂની બોટલ, સીલ માટેની સામગ્રી સહિતની વસ્તુઓ ઉપરાંત આલ્કોહોલ મીટર, અને સાત ઇન્જેક્શન પણ મળી આવતા તેને કબજે કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *