જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટ

જામકંડોરણાના જસાપર ગામેથી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી એક વૃદ્ધાને નિશાન બનાવી, કાનમાં પહેરેલા આશરે 1 તોલા…

જામકંડોરણાના જસાપર ગામેથી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી એક વૃદ્ધાને નિશાન બનાવી, કાનમાં પહેરેલા આશરે 1 તોલા સોનાના બુટીયાની આંચકો મારી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે જામકંડોરણા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, જામકંડોરણાના જસાપર ગામના વતની અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હેમતભાઈ બચુભાઈ વેકરીયાએ આ મામલે ફરિયાદી નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના માતા પોતાના રહેણાંક મકાનની અંદર ખાટલા પર સૂતા હતા. તે સમયે મકાનના ડેલાનું બારણું ખુલ્લું હોવાનો લાભ ઉઠાવી બે શખ્સો ઘર માં ઘુસ્યા હતા ત્યાં આવી પહોંચ્યા હતા. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે, બંને આરોપીઓમાં એક ઘરની બહાર ઊભા રહી કોઈ આવી ન જાય તે માટે ધ્યાન રાખ્યું હતું અને રેકી કરી હતી , જ્યારે બીજા શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસેલા શખ્સે ખાટલા પર સૂતેલા વૃદ્ધાના બંને કાનમાં પહેરેલા બુટીયા આંચકો મારી કાનમાંથી ખેંચી લીધા હતા આશરે 01 તોલા વજનના સોનાના જેની અંદાજિત કિંમત રૂૂ. 35,000 છે તે લુંટી બન્ને ફરાર થઇ ગયા હતા.

આ મામલે ફરિયાદી હેમતભાઈ વેકરીયા દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનના પી.આઈ પી. ડી. જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ફરાર બન્ને શખ્સો ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *