ગઇકાલે એકસપ્રેસ હાઇવે પરથી દોઢ કરોડનો દારૂ ઝડપાયા બાદ રાત્રે ફરી રાજકોટ આવતો 22773 બોટલ દારૂ કબજે
બે દિવસમાં અઢી કરોડનો દારૂ ઝડપાતા ઉઠેલા સવાલ, રાજસ્થાની સપ્લાયર અને રાજકોટના બુટલેગરના નામ ખુલ્યા
ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે સતત બીજા દિવસે રાજકોટ આવતો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો છે. અમદાવાદ-પાલનપુર હાઇવે પર મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મેવડ ગામ નજીક એસ.એમ.સી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી પશુ આહાર ની ગુણોની આડમાં રાજસ્થાનથી રાજકોટ લઇ જવતા રૂૂ.1.10 કરોડાના દારૂૂ સાથે રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી રૂૂ.1.26 કરોડનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના સપ્લાયર અને રાજકોટના બુટલેગરનું નામ ખોલ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમેના પીએસઆઈ વી. કે. રાઠોડ અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મોટા આઇશર ટ્રકમાં પશુ આહારની આડમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે તુરંત એક્શનમાં આવેલી પોલીસે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મેવડ ગામ પાસે હાઇવે પર નાકાબંધી કરીને શંકાસ્પદ આઇશર ટ્રક નંબર ડીડી-01-એસ-9528 ને અટકાવવામાં આવી હતી. આ વાહનની સઘન તલાશી લેતા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદર કાયદેસરના માલ તરીકે દર્શાવવા માટે રાખવામાં આવેલી પશુ આહારની કુલ 175 બોરીઓની પાછળ ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા વિદેશી દારૂૂનું આખું સામ્રાજ્ય ગોઠવવામાં આવ્યું હતું.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ટ્રકમાંથી વિદેશી દારૂૂના કુલ 850 બોક્સ જપ્ત કર્યા છે, જેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 22,773 નંગ નાની-મોટી બોટલો મળી આવી હતી. બજાર કિંમત અનુસાર આ ગેરકાયદેસર દારૂૂના જથ્થાની કુલ કિંમત રૂૂ.1,10,78,149 જેટલી આંકવામાં આવી છે. આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 15,00,000 ની કિંમતની આઇશર ગાડી મળીને કુલ રૂૂ.1,26,01,389 નો ભવ્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડા દરમિયાન ટ્રકના ચાલક રાજસ્થાન બાડમેરના નૌખ જીલ્લાના પોકર ભાડુ કી ધાણીના રહેવાસી ઘમન્ડા રામ ચેતન રામ જાટ ને ઝડપી પાડી કસ્ટડીમાં લીધો હતો. તેની પુછપરછમાં આ ગુનાહિત નેટવર્કના અન્ય ત્રણ મુખ્ય સૂત્રધારોના નામ ખુલ્યા હતા. જેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડ આરોપીઓમાં દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર કિશન , આઇશર ટ્રકનો અસલી માલિક તેમજ રાજકોટ ખાતે દારૂૂનો આ જંગી જથ્થો મંગાવનાર બુટલેગર નો સમાવેશ થાય છે. આ તમામ જથ્થો માત્ર પંજાબ રાજ્યની ડીસ્ટેલીરી માંથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.જેને ગેરકાયદેસર રીતે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં ઘુસાડવાનો કારસો હતો.
આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. એસ.એમ.સી. અને સ્થાનિક પોલીસ હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવા અને રાજકોટના મુખ્ય કિંગપિન સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
