રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી…

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. 12થી 16 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા 12થી 16 જુલાઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.

10 જુલાઈ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી સહિત સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *