શાપર-વેરાવળમાં કેબીનમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ પકડાયો

રાજકોટ ગ્રામ્ય SOG એ શાપર-વેરાવળ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની કેબિનમાં ગાંજાનું વેચાણ કરતો હતો. રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત…

રાજકોટ ગ્રામ્ય SOG એ શાપર-વેરાવળ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની કેબિનમાં ગાંજાનું વેચાણ કરતો હતો. રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચના બાદ માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આ કાર્યવાહી કરવામાં આવી છે.

SOG પી.આઈ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ શાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નૈમિષભાઈ મહેતા અને પિયુષભાઈ અઘેરાને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, વેરાવળ (શાપર)ના મફતિયાપરા, બુદ્ધનગરમાં કાસુમા ગેઇટની અંદર એક શખ્સ ગાંજાનું વેચાણ કરતો હતો.

આ બાતમીના આધારે SOG ટીમે સ્વરાષ્ટ્ર સ્કેપ ભંગારના ડેલાની બાજુમાં આવેલી એક કેબિનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પ્લાસ્ટિકની કોથળીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ’ગાંજો’ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રેહાન ઉર્ફે ભુરો અરમાનભાઈ સૈયદ બુખારી નામના શખ્સની ધરપકડ કરી છે.
પકડાયેલ આરોપી મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો વતની છે. પોલીસે આરોપી પાસેથી 756 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂૂ. 37,800/- છે, અને એક મોબાઈલ ફોન, જેની કિંમત રૂૂ. 20,000/- છે, એમ કુલ રૂૂ. 57,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી રેહાન ઉર્ફે ભુરોનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે. અગાઉ તેની સામે શાપર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. હાલમાં SOG શાખા દ્વારા આરોપી વિરુદ્ધ ગઉઙજ એક્ટની કલમ-8(સી), 20(બી)(2-એ) મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં રાજકોટ રૂૂરલ SOG PI એફ.એ.પારગી, PSI જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા, ASI વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકભાઈ બોહરા, પો.હે.કો. નૈમિષભાઈ મહેતા, પિયુષભાઈ અઘેરા, ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળિયા, અ.પો.કો. પૃથ્વિરાજસિંહ ડોડિયા, રણજીતભાઈ ધાંધલ, વિજયગીરી ગોસ્વામી, વિપુલ ગોહેલ તેમજ ડ્રાઈવર એ.એસ.આઈ. અમુભાઈ વિરડા અને ડ્રાઈવર પો.કો. નવદિપભાઈ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *