વ્યાજખોરો બે-લગામ: 8 વ્યાજખોરોએ ધમકી આપતા વેપારીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં વ્યાજખોરોએ ફરી માથું ઉંચક્યું છે. ગઈકાલે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે પ્ર.નગર પોલીસ મથકમાં બે મહિલા સહિત 8 શખ્સો સામે પરેશભાઈ…

રાજકોટમાં વ્યાજખોરોએ ફરી માથું ઉંચક્યું છે. ગઈકાલે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે પ્ર.નગર પોલીસ મથકમાં બે મહિલા સહિત 8 શખ્સો સામે પરેશભાઈ મહેશભાઈ પુરોહિત (ઉ.વ.50, રહે. શ્યામા સ્કાય લાઈફ)એ ફરિયાદ નોંધાવી છે.પ્ર.નગર પોલીસે આ મામલે દાબેલીની દુકાન ધરાવતા પરેશભાઈની ફરિયાદ પરથી હિમાંશુ પ્રકાશભાઈ વ્યાસ (રહે. પુનીતનગર), દિવ્યરાજસિંહ મોહરસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ રાણા, રેશ્મા દિલાવરભાઈ કુરેશી (રહે. ત્રણેય રેલનગર), રાજભા ચુડાસમા, ઈમરાન સુલેમાનભાઈ સંધી (રહે. બંને પોપટપરા), હિમાંશુ ભૂપતભાઈ ટંકારીયા (રહે. ગુલમહોર પ્લાઝા પાસે) અને હસીનાબેન કમલશા રફાઈ (રહે. સ્લમ ક્વાર્ટર) સામે ગુનો દાખલ કર્યો હતો.

પરેશભાઈએ પોલીસને જણાવ્યું કે, બે વર્ષ પહેલા તેના પત્નીને થાઈરોડની બીમારીની દવા લેવા અને ધંધા માટે આરોપી હિમાંશુ પાસેથી 20 હજાર માસના 7 ટકા વ્યાજે લીધા હતા. જેતે હપ્તેથી 32 હજાર આપવા છતાં 20 હજાર માંગતો હતો. દિવ્યરાજસિંહ પાસેથી 55 હજાર માસીક 10 ટકા લેખે લીધા હતા. જેને 39 હજાર ભરવા છતાં તેના પુત્રનું લેપટોપ ગીરવે મુકયુ હતું તેમજ કોરા ચેક વગેરે દસ્તાવેજની ઝેરોક્ષ લીધી હતી. દિગ્વિજયસિંહ પાસેથી 30 હજાર માસીક 12 ટકા લીધા હતા. જેને 12 હજારનો હપ્તો ભરેલ હતો.

રાજભા પાસેથી 25 હજાર રોજના 500ની ડાયરી 60 દિવસ સુધી ભરવાની તેમ 10 ટકા વ્યાજે લીધા હતા. જેને 19 હજાર ભરવા છતાં મૂળ રકમ માંગતો હતો. ઈમરાન પાસેથી 15 હજાર 300ની ડાયરીમાં લીધા હતા. જે 25 ટકા લેખે લીધેલા હતા. તેને 8100 ભરવા છતાં મૂળ રકમ માંગતો હતો. હિમાંશુ ટંકારીયા પાસેથી 15 હજાર 20 ટકા લેખે લીધા હતા. જેમાંથી 6 હજાર આપ્યા હતા. છતાં તે વ્યાજ અને મૂળ રકમની માંગણી કરતો હતો. હસીના અને તેની બહેન રેશ્મા પાસેથી રૂૂા. 20 હજાર 20 ટકા લેખે લીધા હતા. જેને 12 હજાર આપવા છતાં તે મૂળ રકમ માંગતા હતા.

તે આરોપીઓને હપ્તા ચુકવતા હતા પરંતુ એક માસથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી વ્યાજ ચુકવવામાં મોડું થતાં આરોપીઓ તેને રૂૂબરૂૂ અને દુકાને આવી ધમકી આપતા હોવાથી ગઈકાલે રાત્રે ઘરે ઘેનની ગોળીઓ ખાઈ લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ મામલે હાલ પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *