રેલનગરમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાને કામ ધંધો નહીં મળતા બીમારીના ટીકડા ખાધા

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં અને પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાને કામ ધંધો નહીં મળતાં બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર…

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં અને પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાને કામ ધંધો નહીં મળતાં બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલ મહર્ષી દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં રહેતાં રાહુલનાથ વિશ્ર્વનાથ સોલંકી (ઉ.27)એ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં.

યુવકને તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં રાહુલનાથ સોલંકીએ અઢી વર્ષ પહેલા પોલીસની પરીક્ષા આપી હતી. તે પેપર લીક થતાં ફરી પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. રાહુલનાથ સોલંકી બી.પી.અને હરસની બિમારીમાં સંડોવાયો હતો. બિમારી અને કામ ધંધો નહીં મળતાં બિમારીના ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં ગંજીવાડામાં રહેતાં પુનેશ ફતેમહંમદભાઈ ભાળીયા (ઉ.42)ને કાકા યુનુસભાઈ સાથે ઝઘડો થયો હતો. કાકા સાથે ઝઘડો થતાં યુવકને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *