ઉનાના ગરાળ ગામે દીપડાનો આતંક: 103 વર્ષના વૃધ્ધા પર કર્યો જીવલેણ હુમલો

ઉના તાલુકાના ગરાળ ગામે વાડી વિસ્તારમાં દીપડાએ 103 વર્ષીય વૃદ્ધા ભાનુબેન નથુભાઈ જેઠવા પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ખુલ્લા…

ઉના તાલુકાના ગરાળ ગામે વાડી વિસ્તારમાં દીપડાએ 103 વર્ષીય વૃદ્ધા ભાનુબેન નથુભાઈ જેઠવા પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ખુલ્લા દરવાજે નિંદ્રાધીન વૃદ્ધા પર થયેલા આ હિંસક હુમલામાં તેમને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ભાનુબેન પોતાના વાડી વિસ્તાર ના ઘરમાં દરવાજો ખુલ્લો રાખીને સૂતા હતા ત્યારે મોડી રાત્રે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. નિંદ્રાધીન વૃદ્ધા પર દીપડાએ અચાનક હુમલો કરી માથા અને મોઢાના ભાગે બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.

હુમલાથી ગભરાયેલા ભાનુબેનની કરુણ ચીસોસાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનું ટોળું જોઈને દીપડો વૃદ્ધાને છોડીને અંધારામાં નાસી છૂટ્યો હતો. સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઘાયલ વૃદ્ધાને ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઉના સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું કે દીપડાના હુમલામાં ભાનુબેનને માથા અને મોઢાના ભાગે ઊંડા ઘા પડ્યા છે, જેમાં 70 થી વધુ ટાંકા લેવા પડ્યા છે.વયોવૃદ્ધ હોવાથી અને ઈજા ઓ અતિ ગંભીર હોવાથી તેમની હાલત નાજુકજણાતાં વધુ સઘન સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાંજ જસાધાર વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ગરાળ ગામે પહોંચી હતી.વનવિભાગે હિંસક બનેલા દીપડાનું લોકેશન શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દીપડાને પકડવા માટે ગામનાઅલગઅલગ સંવેદનશીલ વિસ્તારોમાં બે પાંજરાગોઠવવામાં આવ્યા છે અને વન સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરી દીપડાની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી દીપડો નજરે પડ્યો નથી. ચોંકાવનારી બાબત એ છે કે આશરે એક વર્ષ પહેલા પણ આ જ પરિવારના એક માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો.સદનસીબે ત્યારે બાળકને સામાન્ય ઈજાઓ થઈ હતી. તે સમયે પણ વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો પકડાયો ન હતો વારંવારના હુમલાઓથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે. ખેડૂતો અને ખેતમજૂરો સાંજ પડ્યા પછી વાડી વિસ્તારમાં જતા ડરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *