જામનગર તાલુકાના ધુડસીયા ગામ માંથી ભેળસેળની આશંકા થી 314 કિલો કહેવાયા શુદ્ધ ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.
જામનગરના પંચકોષી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકરોહ એમ.એન શેખના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પરમાર અને.સ્ટાફ ફરજમાં હતા.ત્યારે ધીના ભેળસેળ અંગેની બાતમી મળી હતી કે જામનગર તાલુકાના ધુડશિયા ગામની સીમમાં પરેશભાઈ વણપરિયા ભેળસેળ વાળું ઘી બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. આથી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જામનગરના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો.હતો. આ સમયે 9 કેનમાં ભરેલ 314 કિલો ઘીનો ભેળસેળ વાળો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી દ્વારા ઘી.ના.નમુના લેવામાં આવ્યા છે અને તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ત્રિમંદિર પાસે તેમજ હાપા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ
જામનગરના ત્રિમંદિર નજીક કચરાના મોટા ઢગલામાં અકસ્માતે આગ લાગતાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. આગમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠતા સ્થાનિક લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને આગ વધુ ફેલાય તે પહેલાં પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
જામનગર નજીક હાપા વિસ્તારમાં પણ ગઈકાલે સાંજે 6.00 વાગ્યાના અરસામાં કચરાના ઢગલામાં અકસ્માતે આગ લાગી હતી, જ્યાં પણ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. આગ કચરાના ઢગલા પૂરતી જ સીમિત રહી હોવાથી આસપાસના વિસ્તારમાં કોઈ નુકસાન થયું નહોતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી તેમજ કોઈ પ્રકારનું જાનમાલનું નુકસાન પણ થયું નથી. ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
