ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટનને સનરાઇઝર્સ હૈદરાબાદ ના ફ્રેન્ચાઇઝીએ આ વખતની આઇપીએલની સીઝન માટે 13 કરોડ રૂૂપિયામાં મેળવ્યો હતો, પણ આ પીઢ ખેલાડીના મતે આ વખતની ટૂર્નામેન્ટમાં કેટલીક કચાશ હતી જેનો ઉલ્લેખ તેણે એક પોડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં કર્યો છે અને એક મુદ્દા પર તેણે એવો આક્ષેપ પણ કર્યો છે કે મેચ માટેની ટીમ નક્કી કરવામાં ફ્રેન્ચાઇઝીના માલિકની દરમ્યાનગીરી થઈ હોવાનું જણાયું હતું.
હાર્ડ-હિટર તરીકે જાણીતા લિવિંગસ્ટને મુલાકાતમાં કહ્યું છે, ‘વધુ પડતા હાઇ-સ્કોરિંગ મુકાબલાઓને લીધે ખેલાડીના દૃષ્ટિકોણથી એકંદરે વ્યક્તિગત રીતે તેના માટે મેચોનું મહત્ત્વ ઓછું થઈ ગયું હતું. સતતપણે બોલ બાઉન્ડરીની બહાર જતો હોવાથી મુકાબલાનો રોમાંચ ઘટી ગયો હતો. અમે મુંબઈ સામે રમ્યા એમાં અમે 230-240 રનનો લક્ષ્યાંક 18 ઓવરમાં મેળવી લીધો હતો. મને લાગે છે કે એ બધુ ખૂબ બોરિંગ હતું. લોકો (પ્રેક્ષકો) તો બસ…6, 6, 6ની બૂમો પાડતા હતા.
એમાં બેટિંગના કૌશલ્ય જેવું કંઈ નહોતું. પિચો ખૂબ સપાટ હતી. બાઉન્ડરી ખાસ્સી દૂર હતી, પણ પિચ બેટિંગ-ફ્રેન્ડ્લી હતી અને ફ્લેટ પિચને કારણે ફટકાબાજીનું પ્રમાણ વધી ગયું હતું.’ લિવિંગસ્ટને ઇન્ટરવ્યૂમાં એવો સંકેત આપ્યો હતો કે આ લોકપ્રિય ટૂર્નામેન્ટમાં ટીમ સિલેક્શનના નિર્ણયોમાં ફ્રેન્ચાઇઝીના માલિકી જૂથે વગ વાપરી હોવાનું જણાયું હતું. એટલે અમારા ફ્રેન્ચાઇઝીએ તેને મેળવી લીધો હતો. માલિકોને એ ખેલાડી ખૂબ પ્રિય હતો. (કેપ્ટન) પેટ કમિન્સ થોડી મેચો નહોતો રમ્યો ત્યારે પ્લેઇંગ-ઇલેવનમાં (ચારને બદલે) ત્રણ વિદેશી ખેલાડી રાખવામાં આવતા હતા. મેં હેડ-કોચ ડેનિયલ વેટોરીને એ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે માલિકોને એ પ્લેયર ખૂબ પસંદ છે. મને સતત વિચાર આવતો હતો કે ટીમમાં કોઈ પ્લેયર ઈજા પામશે તો જ મને રમવાની તક મળશે.’
